મૂછોના વાળથી બનાવેલો શૂટ…!

મૂછોના વાળથી બનાવેલો શૂટ...!
મૂછોના વાળથી બનાવેલો શૂટ...!
ઓસ્ટ્રેલિયાની એક જાણીતી મેન્સવેર બ્રેન્ડે એક વિઝયુઅલ આર્ટિસ્ટ સાથે મળીને આ નવેમ્બરમાં અનોખો ઉપક્રમ હાથ ધર્યો હતો. વિશ્વના ઘણા દેશોમાં પુરુષના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે મૂવેમ્બર ચળવળ ચાલે છે,

Visit Saurashtra Kranti Homepage here

જેમાં દર નવેમ્બર મહિનામાં પુરુષો મૂછ વધારે છે. તેમણે પુરુષોની મૂછમાંથી તૈયાર કરવામાં આવેલો એક વિશેષ શૂટ લોકો સામે મૂકયો છે.

દેખાવમાં ભારે કદરૂપા આ મો-હેર શ્યૂટ નામના શૂટ પાછળ રોચક કહાણી છે. એ તૈયાર કરનાર આર્ટિસ્ટ પામેલા કલીમઙ્ખન પેસ્સીના પતિ ૨૦૧૬માં પ્રોસ્ટેટ કઙ્ખન્સરથી મૃત્યુ પામ્યા હતા. આ શૂટ બનાવવા માટે પુરુષોની મૂછમાંથી પામેલાએ વિશિષ્ટ ફેબ્રિક તૈયાર કરી આપ્યું છે.

એ માટે હેરસલૂનમાંથી મૂછના વાળ ભેગા કર્યા હતા. આ પ્રોજેકટ વિશે વાતો થવા લાગી એટલે કેટલાય લોકોએ પોતાની મૂછના વાળ પાર્સલ કરીને પણ મોકલી આપ્યા હતા. એ ઉપરાંત શૂટમાં સંદેશા પણ ચીતરવામાં આવ્યા છે.

Read About Weather here

હાલ તો આ શૂટે ચર્ચા જગાવી છે, પણ હજી એ બજારમાં વેચાણ માટે મુકાયો નથી. કોટન તૈયાર થયા પછી એમાંથી કંપનીએ શૂટ બનાવ્યો. વાળની ખંજવાળ નિવારવા એના પર વિશેષ કામ કરવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here