ફરી યુદ્ધના ભણકારા…!

ફરી યુદ્ધના ભણકારા...!
ફરી યુદ્ધના ભણકારા...!
રિપોર્ટ અનુસાર, રશિયાની સેના જુદા જુદા લોકેશન પરથી યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષમાં જલ્દી જ હિંસક બની શકે છે. અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા જલ્દી જ યુક્રેન પર હુમલો કરી શકે છે

Visit Saurashtra Kranti Homepage here

અને તેણે આ માટેની મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી લીધી છે. આમેરિકાનો આ રિપોર્ટ હાલમાં જ બીજી વખત આવ્યો છે. આ પહેલા આવેલા રિપોર્ટમાં રશિયાએ એવું કહેતા નકાર્યો હતો કે અમેરિકા તેની વિરુદ્ધ ખોટું નિવેદનબાજી કરી રહ્યું છે.

અમેરિકન ઇન્ટેલિજન્સના ઈનપુટ બાબતે બ્લૂમ્બર્ગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મુજબ અમેરિકાએ પોતાના સહયોગી નાટો દેશોને ગુપ્ત માહિતીની સાથે સાથે કેટલાક નકશાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા છે.

તેના દ્વારા જાણી શકાય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ યુક્રેન પર હુમલો કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે પુતિન આગામી વર્ષે સૈન્ય કાર્યવાહીના આદેશ આપી શકે છે.

ઇન્ટેલિજન્સના ઈનપુટ મુજબ, પુતિન ઈચ્છે છે કે અલગ-અલગ જગ્યાઓ પરથી યુક્રેન પર હુમલો કરવામાં આવે. આ માટે લગભગ 100 સૈન્ય ટુકડીને તૈયાર રહેવા માટે કહેવામા આવ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે આ બટાલિયન્સ રશિયા અને બેલારુસના રસ્તેથી હુમલો કરી શકે છે. આ માટે લગભગ એક લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે જણાવાવમાં આવ્યું છે.

સેનાની ટુકડીઓને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની ઠંડીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.ગયા સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક ઇન્ટરવ્યૂમાં તે વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે રશિયાની સેના યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી રહ્યું છે.

આ સાથે જ પુતિને અમેરિકા અને તેના સમર્થકોને ચેતવણી આપી હતી કે તેઓ રશિયાને કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરે. જો કે અત્યાર સુધી કોઈપણ તે અંદાજો લગાવવામાં સફળ થયું નથી કે આખરે પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના વિદેશ મ્નતરી એંટની બ્લિંકને કહ્યું હતું કે, રશિયાની સૈન્ય એક્ટિવિટીઝ બાબતે અમને આશંકા છે.

Read About Weather here

પહેલાની વાતોના આધાર પર એવો અંદાજો જરૂર લગાવી શકાય છે એક રશિયા કોઈ ભયજનક કાર્યવાહી શકે છે. પરંતુ, હો કે અમે એવું નથી કહી શકતા કે પુતિનના ઈરાદાઓ શું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here