આજથી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ

આજથી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ
આજથી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ
વાલીઓનું સંમતિ પત્રક મેળવવાનું હોવાથી સ્કૂલોમાં હજી વિદ્યાર્થીઓ આવી શક્યા નથી. શિક્ષણમંત્રીએ આજથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેને આધારે આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. કેટલીક સ્કૂલોએ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને સંમતિ પત્રક મેળવ્યા હોવાથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરની સ્કૂલોમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો કિલકિલાટ શરૂ થઈ ગયો છે.

શહેરના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલ દ્વારા સ્કૂલ શરૂ થવાની જાહેરાત થતા જ તૈયારી કરવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને આજ સવાર સુધી સંમતિ પત્ર ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત વર્ગ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.

જે વાલીઓએ સંમતિ પત્ર આપ્યા તેમના બાળકોને આજથી સ્કૂલોમાં પ્રવેશ શરૂ આપવામાં આવ્યો છે. બીજી તરફ હજુ પણ સવારે સ્કૂલ પર વાલીઓનો સંમતિ પત્ર આપવા ઘસારો જોવા મળ્યો હતો.

સ્કૂલ શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી અને બાળકો હર્ષ ભેર સ્કૂલે આવ્યા હતા તો અનેક સ્કૂલો દ્વારા આજથી સંમતિ પત્ર અપાવમાં આવશે. જેથી આજે અને કાલે 2 દિવસમાં સંમતિ પત્ર ભરાવવામાં આવશે.

ત્યાર બાદ 2 દિવસમાં સ્કૂલો સંપૂર્ણ શરૂ કરવામાં આવશે. ઉપરાંત જે બાળકોના વાલી સંમતિ પત્ર નહી આપે તેમના ઓનલાઇન કલાસ પણ ચાલુ રાખવામાં આવશે.

નિશાન સ્કૂલના વિદ્યાર્થીની જિયા પટેલે જણાવ્યું હતું કે આજે આટલા સમય બાદ સ્કૂલે આવવાનું થયું એટલે બહુ સારું લાગ્યુ બધા ફ્રેન્ડ્સ મળ્યા અને ટીચર્સ પણ મળ્યા છે.

સ્કૂલમાં પણ અમે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીશું અને સ્કૂલ તરફથી જે સૂચના આપવામાં આવશે તેનું પાલન કરીશું. હેતલ સુથાર નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં આવી આજે આનંદ થયો છે.

મારા વાલીએ પણ સંમતિપત્ર આપ્યું છે.મને ઘરેથી જ માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યું છે. સ્કૂલમાં અમે માસ્ક અને સેનિટાઈઝ કરીને જ બાળકને વર્ગમાં મોકલીએ છીએ. હજુ અનેક વાલીઓની સંમતિ આવવાની બાકી છે.

જે આવ્યા બાદ સંપૂર્ણ સ્કૂલ શરૂ થશે. ઉપરાંત જે વાલી સંમતિ નહીં આપે તેમના બાળકોને ઓનલાઇન ભણાવવામાં આવશે.જેનો હું સ્કૂલમાં ઉપયોગ કરું છું.આજે સ્કૂલમાં લાંબા સમય બાદ ભણવા આવી છું એટલે સારું લાગે છે.

Read About Weather here

સ્કૂલના કો.ઓર્ડિનેટર વિશાલ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલો શરૂ થયાની જાહેરાત થતા અમે વાલીઓને સંમતિ માટે મેસેજ અને કોલ કર્યા હતા. ત્યાર બાદ અનેક વાલીઓ તરફથી સંમતિ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here