સતત પાંચમાં વર્ષે સૌથી સ્વચ્છ શહેર ઇન્દૌર, સુરત બીજા ક્રમે

સતત પાંચમાં વર્ષે સૌથી સ્વચ્છ શહેર ઇન્દૌર, સુરત બીજા ક્રમે
સતત પાંચમાં વર્ષે સૌથી સ્વચ્છ શહેર ઇન્દૌર, સુરત બીજા ક્રમે

રાષ્ટ્રપતિનાં હસ્તે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ અપાયા: અમદાવાદનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર સૌથી સ્વચ્છ: દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર થતું છતીસગઢ

મધ્યપ્રદેશનાં ઇન્દૌર શહેરને સતત પાંચમાં વર્ષે દેશના સૌથી સ્વચ્છ શહેરનું બહુમાન પ્રાપ્ત થયું છે. સુરતને બીજું સ્થાન મળ્યું છે અને આંધ્રપ્રદેશનાં વિજયવાડાને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં સ્વચ્છ શહેરો અને રાજ્યોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.


સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતનું સુરત મહાનગર મેદાન મારી ગયું છે અને દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અમદાવાદને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. અમદાવાદનો કેન્ટોન્મેન્ટ એરિયા સૌથી વધુ સ્વચ્છ વિસ્તાર જાહેર થયો છે.

સ્વચ્છ રાજ્યોનાં ક્રમમાં છતીસગઢ રાજ્ય મેદાન મારી ગયું છે અને દેશના સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જયારે ગંગાકિનારેનાં સૌથી સ્વચ્છ શહેરોમાં વારાણસીને અવ્વલ નંબર પ્રાપ્ત થયો છે અને એવોર્ડ હાંસલ કર્યો છે.

સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં દેશના કુલ 4320 શહેરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. એ સ્ટાર સિસ્ટમ મુજબ શહેરોને સ્વચ્છતા માટે રેટિંગ આપવામાં આવે છે.

આ વખતે સૌથી વધુ 342 શહેરોને સ્ટાર રેટિંગ આપવામાં આવશે. જે 2018 નાં પ્રમાણમાં 56 શહેરોનો વધારો સૂચવે છે. નવ શહેરોને ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. 116 શહેરોને થ્રી સ્ટાર અને 167 શહેરોને વન સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયું છે.

એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રનાં શહેરી બાબતોનાં મંત્રી હરદીપસીંઘ પુરી, રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર, મુખ્ય પ્રધાનો અને રાજ્યનાં શહેરી વિકાસ મંત્રીઓ, અન્ય દેશોનાં રાજદારીયો, વરિષ્ઠ અધિકારીઓ, એનજીઓ પ્રતિનિધિઓ,

Read About Weather here

કંપની વડાઓ સહિતનાં 1200 વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઇન્દૌર પછી રાજકોટ અને સુરતને પણ સ્થાન મળ્યું હતું. આ વર્ષે ફાઈવ સ્ટાર રેટિંગમાંથી રાજકોટ, મહીસુર અને નવી મુંબઈ ફેંકાઈ ગયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here