બાળકો ભણવાને બદલે હથિયારો ઓળખવાનું શીખી રહ્યા છે…!

બાળકો ભણવાને બદલે હથિયારોની ઓળખ વાનું શીખી રહ્યા છે…!
બાળકો ભણવાને બદલે હથિયારોની ઓળખ વાનું શીખી રહ્યા છે…!

તાલિબાનનો છેવટ સુધી મુકાબલો અહીંના લોકોએ જ કર્યો. તાલિબાન હાવી થયું તો જીવ બચાવવા સ્થાનિકો ગામ છોડીને સપરિવાર ભાગી ગયા હતા. હવે તેઓ પાછા ફર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યાને 100 દિવસ થવાના છે ત્યારે દક્ષિણ હેલમંડ પ્રાંતમાં નાદ-એ-અલી સહિત ઘણાં ગામ એવાં છે કે જ્યાં બાળકો ભણવાના બદલે જીવ બચાવવાની તાલીમ લઇ રહ્યાં છે.

તેમને હથિયારો, મિસાઇલ સેલ અને લેન્ડ માઇન્સની ઓળખ કરતા શીખવવામાં આવે છે.  ગામની સ્કૂલો અને ઘરો મોર્ટાર અને ગોળીઓથી વીંધાયેલાં છે. મકાનો ખંડેર બની ગયાં છે. લોકોએ મજબૂરીવશ આ ખંડેરોમાં રહેવું પડે છે.

Read About Weather here

તેમને શંકા છે કે મેદાનોમાં અને રસ્તામાં તાલિબાન આતંકીઓએ લેન્ડ માઇન્સ બિછાવી હશે. તેથી તેઓ લેન્ડ માઇન્સ અને જમીનમાં દટાયેલા વિસ્ફોટકોના અવશેષો શોધી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here