4 સેકન્ડમાં મોત…!

4 સેકન્ડમાં મોત...!
4 સેકન્ડમાં મોત...!

યુવકનું બાઈક લપસી ગયું હતું અને તે પડી ગયો હતો. પાછળથી આવી રહેલી મિની ટ્રકના ટાયરમાં તે આવી ગયો હતો. ટ્રકના ટાયરમાં તેનું માથુ આવી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મધ્યપ્રદેશના બૈતુલમાં લશ્કરમાં ભરતી માટે તૈયારી કરી પરત ફરી રહેલા એક યુવકનું શુક્રવારે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેમા જોઈ શકાય છે કે આશરે 4 સેકન્ડમાં જ યુવકના શ્વાસ અટકી ગયા હતા.

બૈતૂલ જંગ પોલીસ સ્ટેશનના ASI જુગલ કિશોરે જણાવ્યું કે રાઠીપુર સ્થિત પ્રશાંત આર્મીમાં ભરતી માટે ટ્રેનિંગ સેન્ટરમાં દરરોજ સવારે જતો હતો. શુક્રવારે તે સેન્ટરથી રાઠીપુર તેના ઘરે જઈ રહ્યો હતો.

હમલાપુરમાં બૈતૂલ-આમલા રોડ સ્થિત તિવારી પેટ્રોલ પંપની સામે બાઈલ લપસી ગયું હતું. યુવક પડી જતા પાછળથી ખૂબ જ ગતિથી આવી રહેલી મિની ટ્રકની ઝપટમાં આવી ગયો હતો. મિની ટ્રકના ટ્રાયર તેના માથાની ઉપરથી પસાર થઈ ગયા. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપડ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે મિની ટ્રક કેળા ભરીને જઈ રહી હતી. આ ઘટના બાદ આજુબાજુ ઊભેલા લોકોએ યુવકને જિલ્લા હોસ્પિટલ સારવાર માટે પહોંચાડ્યો હતો, પણ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

Read About Weather here

ત્યા હાજર લોકોનું કહેવું છે કે યુવક પેટ્રોલ ભરાવવા માટે નિકળ્યો હતો, તે સમયે ગાડીએ વળાંક લીધો પણ ખૂબ જ ગતિથી આવી રહી હોવાથી ટ્રકને જોઈ ગભરાઈ ગયો અને બાઈક પર સંતુલન ગુમાવી દીધુ હતું.મિની ટ્રકને જપ્ત કરી ડ્રાઈવર શેખ મોહમ્મદ અલીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here