રાજકોટ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા

રાજકોટ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા
રાજકોટ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજયવ્યાપી પ્રારંભ
જિલ્લાના 28.75 કરોડના 493 વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા 1812 લાભાર્થીઓને 2.22 કરોડની યોજનાકીય સહાયના કાર્યક્રમોનું ઈ-લોકાર્પણ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય રાજ્યવ્યાપી આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રા અન્વયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી કુટિર ઉદ્યોગ, સહકાર, ક્લાઈમેટ ચેન્જ, વન પર્યાવરણ મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્માના હસ્તે પ્રારંભ કરાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લાના કુલ 28.75 કરોડના 493 વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા 1,812 લાભાર્થીઓને કુલ રૂપિયા 2.22 કરોડની યોજનાકીય સહાયના કાર્યક્રમોનું ઈ-લોકાર્પણ કરતા મંત્રી જગદીશભાઈએ જણાવ્યું હતું

કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમા રાજ્યમાં ખેડૂતો, મહિલાઓ સહીત ગ્રામીણ ક્ષેત્રમાં લોકો વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે.

મંત્રીએ લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલા પ્રગતિ કરે તે માટે અમલી બનાવાયેલી સખીમંડળ, મિશન મંગલમ જેવી યોજનાઓ ખૂબ સફળ થઈ છે. મહિલાઓ રાજ્ય સરકારની ગ્રાન્ટ થકી આત્મનિર્ભર બની રહી છે.

પ્રધાનમંત્રીનના અથાક પ્રયત્નોથી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે.મંત્રીએ યાત્રા અંગે વિશેષ માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, આ યાત્રા રાજ્યના 18 હજાર જેટલા ગામડાઓમાં પસાર થઈ પ્રજાની વચ્ચે જઈ તેમને મળવાપાત્ર લાભો અંગે જાણકારી પૂરી પાડશે

લોકોના પ્રશ્ર્નોનું સમાધાન કરશે. સ્વચ્છતા અને ગ્રામીણ વિકાસની સરવાણી આગળ ધપાવશે.આ તકે મંત્રી વિશ્ર્વકર્માએ લાભાર્થીઓને મળેલ સહાય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કાગળ લખી કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિતોને ખાસ આહવાન કર્યું હતું.

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે તેમના વક્તવ્યમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે પોષણક્ષમ ભાવો પૂરા પાડવા માટે કરવામાં આવેલ પહેલને આવકારી તેનાથી ખેડૂતોને થતાં લાભો અંગે વાત કરી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતલક્ષી અને તેમના હિત માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વેક્સિનેશન કામગીરીને બિરદાવી કોરોના સામે લોકોને સુરક્ષિત કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી.

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે પ્રાસંગિક પ્રવચનમાં ગામેગામ વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ સફળ બને તે માટે વહીવટી તંત્રની સકારાત્મક કામગીરીની સરાહના કરી રહી હતી.

કાર્યક્રમમાં સખી મંડળની મહિલાઓએ રાજ્ય સરકાર દ્વારા તેમને મળેલ લોન સહાય અને તેમના થકી મહિલાઓ આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું

કે, રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ લોકોને યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર સમયબધ્ધ કામગીરી કરી રહ્યું છે.કાર્યક્રમમાં મંત્રી તેમ જ મહાનુભાવોનું બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Read About Weather here

મહાનુભાવોએ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર પુષ્પકુંજ ચડાવી અભિવાદન કર્યું હતુંમુખ્યમંત્રી દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રાજ્યવ્યાપી કાર્યક્રમનું લાઈવ મહાનુભાવોએ નિહાળ્યું હતું. કાર્યક્રમ સ્થળે આયુર્વેદિક નિદાન તેમજ વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here