અર્થવિહિન બરાડા, અકારણ જીભાજોડી… લોકપ્રશ્ર્નો અલોપ…!!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ મનપાનાં જનરલ બોર્ડની 60 મિનિટનું પોસ્ટમોટર્મ
બોર્ડમાં મુકાનારા જનતાને લગતા 40 પ્રશ્ર્નોનું શું થયું? માત્ર એક મુદ્દા પર આખી કાર્યવાહી સમેટાઈ ગઈ, સ્માર્ટસીટીનાં બોર્ડ પાસે આવી અપેક્ષા રાખી ન હોય

રાજકોટ ચારેય દીશામાં વિકાસ પામી રહેલું મહાનગર બની રહ્યું છે. આર્થિક, ઔદ્યોગિક રીતે અન્ય તમામ મહાનગરો કરતા વધુ વેગ સાથે ધંધાકીય સફળતાનાં શિખરો સર કરી રહેલા રાજકોટને સ્માર્ટસીટી કહેવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ મહાનગરનું નિયોજન જેના હાથમાં છે. એવા રાજકોટ મહાનગરપાલિકાનાં નગર નિયોજકો અને મનપાનાં વિપક્ષ દળો લોકોની સમસ્યાઓની ચર્ચા માટે ભેગા થાય ત્યારે જે સમજદારી સંયમ પરિપક્વતા, ગંભીરતા

અને તલ્લીનતાની આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ એનો કોઈ પણ અંશ મનપાની જનરલ બોર્ડ જેવી મહત્વપૂર્ણ સભામાં જોવા ન મળે ત્યારે કહેવું પડે કે રાજકોટને ભલે સ્માર્ટસીટીનું એવોર્ડ અપાતું હોય પણ તેના નિયોજકો કે વિપક્ષ બંનેમાંથી કોઈપણ સ્માર્ટ સંચાલકોનાં બિરૂદને લાયક રહેતા નથી.

રચનાત્મક વિપક્ષ તરીકેની જવાબદારીમાંથી પણ વિપક્ષ એક પાયરી નીચે ઉતરી ગયું હોય તેવું આજે મળેલા મનપાનાં જનરલ બોર્ડમાં સર્જાયેલા દ્રશ્યો પરથી જોવા મળ્યું છે.

જેનાથી રાજકોટનાં હિતેચ્છુ, તટસ્થ નાગરિકો અને નિરીક્ષકો ચોક્કસપણે રિહે અને મહત્વનાં પ્રશ્ર્નોે ચર્ચાય જ નહીં એ સમગ્ર ઘટના શહેરીજનો માટે આંચકારૂપ છે અને પીડાદાયક છે.

ભવિષ્યમાં આજનાં જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે જોવાની પદાધિકારીઓ, અધિકારીઓ અને વિપક્ષ બધાની જવાબદારી બને છે. લોકો બહુ મોટી અપેક્ષા સાથે ચૂંટીને એમના પ્રતિનિધિ તરીકે એમની પસંદગીનાં પ્રતિનિધિઓને મનપામાં મોકલતા હોય છે.

લોકો માટે લોકો ખાતર અને લોકો થકી મનપામાં બિરાજતા જવાબદારો મહત્વની બેઠકોમાં પણ જો માત્ર રાડારાડી, અર્થહિન બુમબરાડા અને ક્ષુલક મુદ્દા પર ચર્ચાઓનાં રાજકીય નાટક કરતા રહેશે તો કદી લોકોનું ભલું થશે નહીં.

Read About Weather here

રાજકારણનું નામ માત્ર વિરોધ અને ટીકા નથી અને વિરોધ અને ટીકા ન સાંભળવાની અસહિષ્ણુતા પણ નથી. આ સોનેરી રાજકીય મંત્ર ગણીને ગાંઠે બાંધવામાં આવે તો રાજકોટની જનતાનાં હિતમાં રહેશ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here