હિમાચલમાં મહિલા પોલીસ અધિકારીની ખોવાયેલી પેન શોધવા પોલીસ ધંધે લાગી!!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
હિમાચલ પ્રદેશમાં એક સિનીયર મહિલા પોલીસ અધિકારી ખરીદી કરવા ગયા ત્યારે એમની મોંઘી કિંમતની પેન બજારમાં ક્યાંક પડી ગઈ હતી. મહિલા પોલીસ અધિકારીની પેન શોધવા માટે આખું પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કોઈ ફરારી ગુન્હેગાર કે ત્રાસવાદીને પણ જેટલી તિવ્રતા સાથે શોધવા નીકળતી પોલીસ એના કરતા પણ વધુ ઝડપથી પેન શોધવા લાગી હતી.

વાત જાણે એવી બની હતી કે કુલ્લુ નગરનાં ઢાલપુર બજારમાં મહિલા અધિકારીની પેન ખરીદી સમયે ખોવાય ગઈ હતી. ઉનનાં વસ્ત્રો માટે મશહુર આ બજારમાં મહિલા અધિકારી ખરીદી કરી રહી હતી.

ત્યારે એમની રૂ. 50 હજારની કિંમતની પેન ગુમ થતા બે પોલીસ અધિકારીઓ અને સ્ટાફને પેન શોધવા માટે આખો દિવસ દોડતા રાખવામાં આવ્યા હતા. બજારમાં જેટલા સીસીટીવી હતા

Read About Weather here

એ તમામનાં ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. કોઈ મોટી ઘટના બની હોય તે રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પણ પેન મળી ન હતી અને બેન ખીજાઈને એમના દફતરે પાછા ચાલ્યા ગયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here