રાજકોટ ભાજપમાં ફેરફારોના ભણકારા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સત્તાનાં નવા શક્તિ કેન્દ્ર અને સમીકરણ રચાઈ રહ્યાની જોરદાર ચર્ચા: જુના માળખાનું સ્થાન લઈને નવું નેતૃત્વ શક્તિનાં કેન્દ્રમાં ઉભરી રહ્યાની ચર્ચા

રાજકોટ શહેર જિલ્લા ભાજપમાં આવનારા દિવસોમાં સંગઠન પાંખ અને વહીવટી પાંખનાં ટોચનાં નેતાઓનાં ભાજપ કાર્યકરો સાથે સ્નેહમિલનનાં કાર્યક્રમોની વણજાર શરૂ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્નેહમિલનનાં એ કાર્યક્રમોમાં હાજર રહેનારા પક્ષનાં વહીવટી અને સંગઠન પાંખનાં નેતાઓની યાદી સાથેના નિમંત્રણ કાર્ડનો વિતરણ થઇ ગયું છે. તેમાં કેટલાક અણધાર્યા નામોનો ઉમેરો અને કેટલાક નામોની અણધારી બાદબાકીને પગલે અનેક ચર્ચા અટકણો અને રાજકીય અનુમાનોની આંધી ઉઠી છે.

ભાજપને નજદીકથી જાણનારા રાજકીય ખેલંદા અને ભવિષ્ય વેતાઓ એવું માને છે કે, શહેર ભાજપમાં આગામી દિવસોમાં મોટાપાયે ફેરફારો થવાના ભણકારા વાગી રહ્યા છે.

આગામી દિવસોમાં શહેર અને જિલ્લા ભાજપમાં નવા-જૂની થવાની સંભાવના છે. અલબત ભાજપની નેતાગીરીએ તેની જૂની ટેવ મુજબ તુરંત જ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. તેનું પરિણામ કેવું આવશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

અત્યારે ભાજપનાં કોઈ નેતા આંતરિક કોઈ સખળ-ડખળ હોવાનું સ્વીકારી રહ્યા નથી. એમના બચાવનામાં ભાજપની શિસ્તની લોખંડી દિવાલને અનુરૂપ જ એ જાણીતી વાત છે.

જોકે એ કહેવું પડે કે ભાજપની ફરતે શિસ્તનું મજબુત કિલ્લા જેવું નક્કર આવરણ હોવા છતાં ક્યારેક આંતરિક અસંતોષની જ્વાળાનાં થોડાક લબકારા બહારથી દેખાઈ આવે છે ખરા.

એ ધ્યાનમાં લઇ રાજકારણનાં જાણકાર સુત્રોએ એવો દાવો છાતી ઠોકીને કર્યો છે કે, શહેર ભાજપમાં ટૂંક સમયમાં જ મોટાપાયે ફેરફારો થઇ શકે છે. ક્યાં પ્રકારનાં, કઈ રીતે, ક્યારે થશે એ અંગે હજુ કોઈ અંદાજ બાંધી શકાય તેમ નથી.

પરંતુ એ હકીકત નિશ્ર્ચિત માનવામાં આવે છે કે નિમંત્રણ પત્રિકાઓને પગલે સ્નેહમિલનનાં કાર્યકમોની મીઠાશ જે રીતે કડવી બની છે તેનાથી પક્ષની પ્રદેશ નેતાગીરી અને વહીવટી પાંખનાં વડા પણ થોડી અકડામણ અનુભવી રહ્યા હોય એવા સંકેતો બહાર આવી રહ્યા છે.

તેના ઉપલક્ષ્યમાં ભાજપની નેતાગીરીએ રાજકોટ શહેર જિલ્લામાં હાલ તુરંત ડેમેજ કંટ્રોલની જોરદાર કવાયત શરૂ કરી દીધી હોવાનું આધારભૂત સુત્રો જણાવે છે.
શહેરમાં અને જિલ્લામાં ભાજપનાં જે ઘૂંઘવાટ ઉભો થયો છે.

તેની પાછળ સ્નેહમિલનની નિમંત્રણ પત્રિકાઓ કારણભૂત માનવામાં આવે છે. જો કે નેતાગીરીમાંથી આવી કોઈ હકીકત મીડિયા સમક્ષ કબુલ કરવામાં આવતી નથી.

Read About Weather here

ધુંધવાટનાં કેન્દ્રમાં રહેલા નેતાઓએ પણ કોઈપણ વિવાદ કે અસંતોષ સર્જાયાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે શહેર ભાજપમાં ટૂંક સમયમાં ફેરફારોનાં ભણકારા વાગી રહયા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here