રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વધતું ઠંડીનું જોર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વધતું ઠંડીનું જોર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વધતું ઠંડીનું જોર

સોમવારે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું નલિયા, 11.4 ડિગ્રી તાપમાન: જામનગરમાં 14, રાજકોટમાં 15.7 અને કંડલામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું

શિયાળાની ઋતુ ધીમે-ધીમે હવે તેનો પંજો ફેલાવી રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવસે-દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે.
આજે રાજ્યનાં 20 થી વધુ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે ચાલ્યો ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે રાજ્યનું સૌથી વધુ ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જ્યાં નિમ્નતમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. અત્યારે સવારે અને સાંજે સુર્યાસ્ત પછી ઠંડીની વધુ અનુભૂતિ થાય છે. બપોરે ગરમીનું વાતાવરણ યથાવત રહ્યું છે.

આ રીતે ઠંડીની સીઝન ધીમે-ધીમે જનજીવનને લપેટામાં લઇ રહી છે. અલગ-અલગ શહેરોમાં આજે નોંધાયેલા લઘુતમ તાપમાનનાં આંકડા મુજબ જામનગરમાં 14.5, રાજકોટમાં 15.7, ડીસામાં 14.9, અમદાવાદ 15.9,

જૂનાગઢ 17, પોરબંદર 16.3, અમરેલી 16, ભાવનગર 17.9, કંડલા 17, ભુજ 18.2, દ્વારકા 20.2, દીવ 18.3, વડોદરામાં 18.4 અને સુરતમાં 20.8 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું.

Read About Weather here

ઠંડીની જોર વધવા સાથે મોસમી બિમારી જેવી કે, શરદી, તાવ, ઉધરશ વગેરેનું પ્રમાણ પણ વધતુ જાય છે. આ દિવસોમાં બહારના ઠંડાપીણા અને વાસી ખોરાકથી દૂર રહેવું જોઇએ તેવી સલાહ અપાઇ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here