રાજકોટ મનપાનાં પ્રયાસોથી ડેન્ગ્યુની આગેકૂચને થોડી ‘બ્રેક’

રાજકોટ મનપાનાં પ્રયાસોથી ડેન્ગ્યુની આગેકૂચને થોડી ‘બ્રેક’
રાજકોટ મનપાનાં પ્રયાસોથી ડેન્ગ્યુની આગેકૂચને થોડી ‘બ્રેક’

ગત એક સપ્તાહમાં 43 નવા કેસ નોંધાયા, અન્ય રોગનાં પાંચ કેસ: રોગચાળો નોતરતા મચ્છરોનાં નાશ માટે આરોગ્ય શાખાનાં સતત પ્રયાસો: મચ્છર ઉત્પતિ બદલ 970 આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ મહાનગરમાં ડેન્ગ્યુનો રોગચાળો હજુ સંપૂર્ણ ખતમ થયો નથી. પરંતુ મનપાની આરોગ્ય અને મેલેરીયા શાખાનાં સઘન પ્રયાસોને કારણે ડેન્ગ્યુનાં રોગચાળાનું સંક્રમણ આગળ વધવામાં થોડી બ્રેક લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત એકસપ્તાહ દરમ્યાન ડેન્ગ્યુનાં 43 નવા કેસ નોંધાયા હતા. જે આની પહેલાનાં સપ્તાહમાં નોંધાયેલા કેસોમાં ઘટાડો સુચવી રહ્યા છે. ચિકનગુનિયાનાં ચાર કેસ નોંધાયા છે અને મેલેરીયાનો એક કેસ નોંધાયો છે.

મનપા તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા જેવો રોગચાળો નિયંત્રિત કરવા માટે સઘન એકધારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામ રોગ માનવીની જીવનશૈલી સાથે સંકળાયેલા હોવાથી મનપાની કામગીરીમાં લોકો સહકાર આપે એ જરૂરી છે.

મનપા દ્વારા ગત તા. 8 થી 14 નવેમ્બર સુધીમાં 40897 જેટલા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. કુલ 4831 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.

જે વિસ્તારમાં મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારો જેવા કે જાગનાથ પ્લોટ, જયનાથ પાર્ક, રેલનગર-2, હુડકો ક્વાટર્સ, માર્કેટિંગ યાર્ડ, શ્યામલ વાટિકા, કનક નગર, ગઢિયા નગર, વર્ધમાનનગર, ટીએનરાવ કોલેજ પાસે, અયોધ્યા ચોક આસપાસનાં વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ કરવામાં આવ્યું હતું.

રહેણાંક સિવાયનાં 506 સ્થળો પર તપાસ કરીને કુલ 970 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને રૂ. 7100 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. મચ્છર ઉત્પતિ હોય ત્યાં નાશ કરવા માટે બાંધકામ સહિત હોટેલો,

Read About Weather here

હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો, હોસ્ટેલ, ભંગારનાં ડેલા, પેટ્રોલ પંપ, સેલર, હોલ વગેરેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડેન્ગ્યુ ખૂબ ઝડપથી ફેલાતો હોય છે એટલે લોકોએ સફાઈ અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું ન જોઈએ અને ચોખ્ખા પાણીનાં પાત્રો ઢાંકીને રાખવા જોઈએ. તેવી મનપા એ જાહેર અપીલ કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here