સાનિયાનું ઘર ભાંગશે…!?

સાનિયાનું ઘર ભાંગશે…!?
સાનિયાનું ઘર ભાંગશે…!?

આયશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોએબ સાથેની આ તસવીરો શેર કરતા ફેન્સ ચોંકી ગયા હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકનું અફેર ચાલતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.તેમાના ઘણા યૂઝર્સે સાનિયાને બચીને રહેવાની સલાહ આપવાનું શરૂ કર્યું,

જ્યારે કેટલાકે કહ્યું કે શું શોએબ તેની પત્નીને છૂટાછેડા આપવા તૈયારી કરી લીધી છે.વાયરલ તસવીરો પર નજર ફેરવીએ તો શોએબ મલિક એક્ટ્રેસ આયશા ઉમર સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો છે.

આ દરમિયાન બંનેએ રોમેન્ટિક પોઝ પણ આપ્યો હતો. તેવામાં શોએબ મલિકની આવી તસવીરો વાઈરલ થતા ફેન્સ પણ અચંબિત થઈ ગયા છે.

ઘણા ફેન્સ તો એમ પણ કહેવા લાગ્યા હતા કે શું શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યો છે?
સાનિયા મિર્ઝાને ઘણા યૂઝર્સે આ તસવીરો વાઈરલ થયા પછી સાવચેત રહેવા કહ્યું હતું.

તો બીજી બાજુ લોકો આયશાને શોએબ મલિકથી દૂર રહેવાની સલાહ પણ આપવા લાગ્યા હતા. જોકે આની પહેલા પણ શોએબ સાથે આયશાએ ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં રોમેન્ટિક કેપ્શન લખ્યા હોવાથી ફેન્સ સાનિયા મિર્ઝાને ચેતવણી આપવા લાગ્યા હતા.

આયશા ઉમરે આ તસવીરો વર્લ્ડ કપ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરી હતી. પરંતુ શોએબ સાથે તેણે લગભગ 1 મહિના પહેલા એક સ્થાનિક મેગેઝીન માટે શૂટ કરાવ્યું હતું.

જેની તસવીરોના અલગ-અલગ પોઝ તે સમયાંતરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહેતી હતી.મલિક અને આયશાની આવી તસવીરો વાઈરલ થતા દરેક ફેન અચંબિત થઈ ગયા હતા.

તેમના મત મુજબ આ અભિનેત્રી સાનિયા મિર્ઝાનું ઘર ભાંગી શકે છે. આ દરમિયાન ઘણા ફેન્સ આયશાની પોસ્ટ પર વિવિધ કોમેન્ટ્સ દ્વારા પોતાનો મત રજૂ કરતા હતા.

તેવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે એક ફેને આયશાને પૂછ્યું કે શું તમે શોએબ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? ત્યારે તેણે જવાબમાં કહ્યું કે ના શોએબ મલિકના લગ્ન થઈ ચૂક્યા છે.

Read About Weather here

હું બંનેનું સન્માન કરું છું. અમે એક બીજાના દોસ્ત છીએ અને તેનાથી વધારે શુભચિંતકો પણ છીએ.તે પોતાની પત્ની સાનિયા સાથે ખુશ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here