સ્ટેશનની કાયાપલટ, એરપોર્ટ પણ તેમની સામે ફીક્કા લાગશે..!

સ્ટેશનની કાયાપલટ, એરપોર્ટ પણ તેમની સામે ફીક્કા લાગશે..!
સ્ટેશનની કાયાપલટ, એરપોર્ટ પણ તેમની સામે ફીક્કા લાગશે..!
લક્ઝરી સુવિધાઓથી સજ્જ આ સ્ટેશનની સામે એરપોર્ટ પણ ફીક્કું લાગશે. દેશમાં આ PPP મોડલ પર બની રહેલું પ્રથમ રેલવે સ્ટેશન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં નવ વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

તેનું નામ રાણી કમલાપતિ(પહેલા હબીબગંજ) સ્ટેશન રાખવામાં આવ્યું છે. તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ(PPP) મોડલ પર તૈયાર કરવામાં આવ્યું છે.  

આ મોડલ પર નાગપુર, ગ્વાલિયર, અમૃતસર અને અમદાવાદમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત ગુજરાતના ગાંધીનગર, સુરત અને અમદાવાદ સ્ટેશનની પણ કાયાપલટ થશે.

સરકારે દેશના 110 રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટનો પ્લાન તૈયાર કર્યો છે. તેમાંથી 60 સ્ટેશનને ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ(IRSDC) અને 50ને રેલવે ભૂમિ પુર્નવિકાસ પ્રાધિકરણ(RLDA) દ્વારા તૈયાર કરવામાં આવશે.

રેલવે મંત્રાલયની ફોર્મ્યુલેટેડ પાર્ટિસિપેટ પોલીસી 2012 મુજબ, 13 પ્રોજેક્ટ PPP મોડલ પર તૈયાર કરવામાં આવશે. તે માટે 6176 કરોડનો ખર્ચ થશે.

જ્યારે 11 પ્રોજેક્ટ પર 22098 કરોડ રૂપિયા ખર્ચ થશે. અહીં કોલ અને પોર્ટ કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે. 7 અન્ય પ્રોજેક્ટ પર 13421 રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

અમે અહીં તમને પ્રોજેક્ટમાંથી લેવામાં આવેલા 10 વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન અંગે જણાવી રહ્યાં છે.રાણી કમલાપતિ સ્ટેશનને ઈનવરોમેન્ટ ફ્રેન્ડલી બિલ્ડિંગ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

અહીં એક સાથે 1100 લોકો બેસી શકે છે. સ્ટેશન પર એર કન્ડીશનિંગ વેટિંગ રૂમ છે. CCTV કેમેરા પણ લાગેલા છે. અહીં હોટલ, હોસ્પિટલ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટની સાથે ઘણી સુવિધાઓ પણ મળશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તેની ઉપર 318 રૂમવાળી ફાઈવ સ્ટાર હોટલ પણ છે. આ દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન છે,

જ્યાં અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફિડીંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. અહીં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ-એસ્કલેટર, બુક સ્ટોલ, ખાવા-પીવાના સ્ટોલ

સહિતની સુવિધાઓ સિવાય પ્રાથમિક ઉપચાર માટે એક નાનકડી હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. સમગ્ર સ્ટેશન CCTVની નજર હેઠળ રહેશે.

દેશની રાજધાની નવી દિલ્હીના રેલવે સ્ટેશનને પણ વર્લ્ડ કલાસ સ્ટેશન તરીકે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 8500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.

આ સ્ટેશન પર અંદર આવવા અને બહાર જવાના રસ્તા પણ અલગ હશે. સાથે જ એલિવેટેડ કોનકોર્સ ડેવલોપ કરવામાં આવશે. અહીં પહેલેથી આવેલા 16 પ્લેટફોર્મને ફરીથી ડેવલોપ કરવામાં આવશે.

ચંદીગઢ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે ડેવલોપ કરવાનું રિકવેસ્ટ ફોર પ્રપોઝલ પહેલા જ ઈનવાઈટ કરવામાં આવ્યું છે. આ સ્ટેશનને તૈયાર કરવામાં 131.40 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

એરપોર્ટની જેમ રેલવે પેસેન્જર્સે અહીં આવવા માટે સામન્ય ફીસ પણ આપવી પડશે. તેનો ચાર્જ પેસેન્જરની રેલવે ટિકિટમાં જોડવામાં આવશે. આ સ્ટેશનને તૈયાર કરવામાં ગ્રીનરીનું પણ ધ્યાન રાખવામાં આવશે.

દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનને IRSDC દ્વારા ફરીથી ડેવલોપકરવામાં આવશે. પહેલા જણાવવામાં આવ્યું હતું કે સ્ટેશનમાં એન્જિનિયરિંગ, પ્રોક્યુમેન્ટ અને કન્સ્ટ્રક્શન મોડ પર સુધારા કરવામાં આવશે.

બીજા સ્ટેશનની સરખામણીમાં તે વધુ ખુલ્લું હશે. અહીં પેસેન્જરનો આવવા-જવાનો રસ્તો પણ અલગ હશે. જેથી કોઈ પણ મુશ્કેલી વગર સરળતાથી અવર-જવર કરી શકાય.

ગ્વાલિયર રેલવે સ્ટેશનને ફરીથી ડેવલોપ કરવામાં આવશે. સ્ટેશન રી-ડેવલોપમેન્ટ પર 240 કરોડ રૂપિયા ખર્ચ થવાની શક્યતા છે.

સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ 2,30,425 વર્ગ મીટર ક્ષેત્રમાં કરવામાં આવશે. આ પરિયોજના અંતર્ગત હેરિટેજ બિલ્ડિંગને હાઈલાઈટ કરતા અંદર અને બહાર નીકળવાના નવા બ્લોક તૈયાર કરવામાં આવશે.

ગુજરાતના સુરત રેલવે સ્ટેશનને એક શાનદાર મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં બદલવામાં આવશે. આ એક આધુનિક સ્ટેશન બિલ્ડિંગ હશે. જેમાં વાઈડ સ્ટેશન લોબી, બસ ટર્મિનલ, મોટો ટિકિટ હોલ,

મોડ્યૂલર પેસેન્જર-ફ્રેન્ડલી કોનકર્સ, નવા પ્લેટફોર્મની સાથે-સાથે પુલોને જોડનારો બોર્ડિંગ એરિયા, એરપોર્ટ સ્ટાઈલના ફૂડ પ્લાઝા અને રિટેલ એરિયા સહિતની ઘણી સુવિધાઓ આપવામાં આવશે.

અમૃતસર રેલવે સ્ટેશન પર રી-ડેવલોપમેન્ટનું કામ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ દ્વારા કરવામાં આવશે. 300 કરોડ રૂપિયાના ખર્ચે તેને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનમાં બદલવામાં આવશે.

એક વખત સુધારો કરવામાં આવ્યા પછી સ્ટેશનમાં ભીડને સરળતાથી મેનેજ કરી શકાશે. અહીં પેસેન્જર્સને બેસવાની જગ્યા હશે. જનારા મુસાફરો માટે લાઈટિંગની સંપૂર્ણ વ્યવસ્થા હશે.

દિલ્હીમાં બિજવાસન રેલવે સ્ટેશનને IRSDC દ્વારા EPC મોડનો ઉપયોગ કરીને રી-ડેવલોપ કરવામાં આવશે. આ સ્ટેશનના રીડેવલોપમેન્ટમાં 270.82 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

જ્યારે આગામી ત્રણ વર્ષમાં તેને સંપૂર્ણ રીતે ડેવલોપો કરવામાં આવશે. રી-ડેવલોપ સ્ટેશનમાં અંદર આવવા અને બહાર જનારા માટે અલગ-અલગ એરિયા હશે. અહીં પણ કોઈ પણ એરપોર્ટની જેમ એન્ટ્રી અને એક્સાઈટ ગેટ હશે.

સ્ટેશન પર હવાઈ એરપોર્ટની જેમ જ શોપ, ફૂડ સ્ટોલ, આધુનિક વેટિંગ એરિયા જેવી ઘણી સુવિધાઓ મળશે. દેશની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન આ બંને સ્ટેશનોની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે.

આ સ્ટેશનને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કરવામાં આવેલા દાંડી માર્ચની થીમની સાથે રી-ડેવલોપ કરવામાં આવશે.

Read About Weather here

મુસાફરોની સ્ટેશન પર સરળતાથી અવર-જવર થઈ શકે તે માટે હાલના સાબરમતી સ્ટેશન-મીટર ગેજ અને સાબરમતી જંક્શન સ્ટેશન-બ્રોડગેજને ફરીથી જોડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here