જીવનનાં તમામ કષ્ટ દૂર કરવા કાળી ચૌદશને દિને પૂજા પાઠ જરૂરી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આજે સાંજે યમપૂજા કરો: દીપદાન અને ઔષઘી સ્નાનથી આયુષ્ય વધે: કાળી ચૌદશનાં દિવસનાં શુભ મુહૂર્ત પર એક નજર

આસો મહિનાનાં વદ પક્ષની ચૌદશ તિથિને કાળી ચૌદશ યા નરક ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવારથી શાસ્ત્રો મુજબ કાળી ચૌદશની તિથિ શરૂ થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સાંજે યમપૂજા, દીપદાન અને ઔષધી સ્નાનનું ખાસ મહત્વ માનવામાં આવે છે. ત્યારે આમ જનતાની જાણ માટે અહીં શુભ મુહૂર્ત અને પૂજા અંગેની વિગતો પ્રસ્તુત છે.

સ્કંદપુરાણ પ્રમાણે આજે કાળી ચૌદશનાં દિવસે સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળે મૃત્યુ થતું નથી. સૂર્યોદય પહેલા તેલ માલીશ કરીને ઔષધી સ્નાન કરવું જોઈએ. જેનાથી બિમારીઓ દૂર થાય છે અને આયુષ્ય વધે છે.

આજના દિવસે હનુમાનજી સાથે યમપૂજા, કૃષ્ણપૂજા, કાળીમાતાની પૂજા, શિવપૂજા અને વામન દેવતાની પૂજા કરવાની પણ પરંપરા છે. જેનાથી જીવનનાં તમામ કષ્ટ દૂર થતા હોવાનું માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રીઓના મત મુજબ આજે સવારે 9 વાગ્યે તેરસ તિથિનું મુહૂર્ત હતું. એ પછી ચૌદશ તિથિ શરૂ થઇ ગઈ છે. આજના દિવસે કૃષ્ણ અને નરકાસુર રાક્ષસ વચ્ચે યુધ્ધ થયું હતું અને રાક્ષસનો નાસ થયો હતો.

તેના કારણે પણ કાળી ચૌદશ કહેવામાં આવે છે. આજના દિવસે સ્નાન પહેલા શરીર પર ઉબટન કે તેલ માલીશ કરવાથી વ્યક્તિની સુંદરતા વધે છે. એટલે તેને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે.

કાળી ચૌદશની રાતે હનુમાનજીની પૂજા અને ભોગ ધરાવવાની પણ પરંપરા છે. યમરાજને પ્રસન્ન કરવા આજે સુર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં દીપદાન કરવું જોઈએ. જેનાથી પાપ દૂર થાય છે અને અકાળે મૃત્યુ થતું નથી. પરિવારમાં પરેશાની રહેતી નથી.

આજના દિવસે સ્નાન પહેલા તલનાં તેલની માલીશનું મહત્વ છે. તલનાં તેલમાં લક્ષ્મીજી અને પાણીમાં ગંગાજીનો નિવાસ માનવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે અને રૂપ નીખરી આવે છે. સૂર્યોદય પહેલા આવું સ્નાન જરૂરી છે.

સાથે-સાથે છ દેવતાઓની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે.આજના દિવસે રાત્રે દિવામાં તેલ ભરીને તેમા પાંચ અનાજના દાણા રાખીને તેને ઘરના એક ખુણામાં પ્રગટાવવામાં આવે છે.

યમ દિપકથી અકાળે મૃત્યુ થતું નથી તેવી માન્યતા છે. સવારે તેલ લગાવીને સ્નાન કર્યા બાદ કાળી માતાની પુજા કરવાનું પણ વિધાન છે. આ પૂજા કાળી ચૌદશના દિવસે અડધી રાતે કરવામાં આવે છે.

જેનાથી જીવનના બધા દુ:ખ દૂર થતા હોવાનું માનવામાં આવે છે. એજ રીતે શ્રીકૃષ્ણ પૂજા પણ થાય છે. શ્રીકૃષ્ણએ નરકાસુર રાક્ષસનું વધ કરીને તેની કેદમાંથી 16100 ક્ધયાઓ છોડાવી હતી. એટલે આ દિવસે શ્રીકૃષ્ણ પૂજા પણ કરવામાં આવે છે.

કાળી ચૌદશના દિને શિવ ચૌદશ પણ ઉજવવામાં આવે છે. શંકર ભગવાને પંચાગમૃત અર્પણ કરવાની સાથે માતા પાર્વતીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ માન્યતા પ્રમાણે

Read About Weather here

હનુમાન જંયતીની ઉજવણી પણ આજના દિવસે થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના શંકટ ટળી જતા હોવાનું શાસ્ત્ર કહે છે. એ જ રીતે વામન પૂજા પણ થાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here