દિવાળી પર આકસ્મિક બનાવોને પહોંચી વળવા પાંચ સ્થળે ફાયર ફાયટર કેમ્પ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મનપાના સાત ફાયર સ્ટેશન ઉપરાંત અન્ય સ્થળે ફાયર બ્રિગેડ સ્ટાફ સ્ટેન્ડબાય
મંડપ, સમીયાણા અને સ્ટોલ તથા દુકાનમાં ફટાકડા વેચવા ફાયર એનઓસીની 319 અરજી મનપાને મળી: નિયમભંગ કરતા સદરબજાર મેઇન રોડ પરથી એક દુકાન મનપાએ સીલ કરી

આકાશબાજી અને ઉમંગનો તહેવાર દિપાવલી સુખરૂપ પસાર થાય એ માટે રાજકોટ મનપા દ્વારા સજ્જડ બંદોબસ્ત કરવામાં આવી રહયો છે. દિવાળી તહેવાર પર આકસ્મિક બનાવને પહોંચી વળવા મનપાના સાત

Visit Saurashtra Kranti Homepage here

ફાયર સ્ટેશન અને ઇઆરસી ઉપરાંત શહેરના વિવિધ પાંચ સ્થળો પર ફાયર ફાયટરનો સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. મનપાની એક યાદીમાં જણાવ્યું છે કે, જો કયાંય આગ કે અકસ્માતના બનાવ બને તો તુરંત સ્થળ પર પહોંચી શકાય

એ માટે મનપાની ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફાયર ફાયટર કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ સ્ટાફને જાહેર જનતાની સુખાકારી માટે તમામ ફાયર સ્ટેશન પર 24 કલાક માટે તૈનાત કરવામાં આવ્યો છે.

મનપાની યાદી મુજબ કનક રોડ ફાયર સ્ટેશન તેમજ બેડીપરા, રામાપીર, રેલનગર, કાલાવડ રોડ, કોઠારીયા રોડ અને મવડી ફાયર સ્ટેશનો અને તેમજ મોરબી રોડ પર ઇમરજન્સી રીસપોન્સ સેન્ટર ખાતે સ્ટાફને સાબ્દો રાખવામાં આવ્યો છે.

એ ઉપરાંત પરાબજાર ફાયર ચોકી, ફુલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામોવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ફાયર ચોકી પર સ્ટાફ સ્ટેન્ડબાય કરી દેવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર આ મુજબ રહેશે.

શહેરમાં તહેવારો પર મંડપ, સમીયાણા, સ્ટોલ કે દુકાનમાં ફટાકડા વહેંચાણ માટે ફાયર એનઓસી મેળવવા કુલ 319 અરજીઓ મનપા ફાયર વિભાગને મળી છે. જે અંતર્ગત ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ કરી 307 અરજદારોને કામ ચલાઉ ફાયર એનઓસી આપવામાં આવ્યું છે.

Read About Weather here

સદર બજાર મેઇન રોડ પર આવેલી કરાચી હેર આર્ટ નામની દુકાન જે કરાચી સીઝન સ્ટોર તરીકે ઓળખાય છે. તેની પાસે નિયમોનુસાર જે તે વિભાગની મંજુરી કે એનઓસી મેળવેલ ન હોય એ દુકાન મનપા દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here