પડધરી તાબેનાં આજી-3 માં વર્ષ દહાડે 250 થી 300 કરોડની ખનીજ ચોરી: ફોટો-વીડિયો ખળભળાટ

પડધરી તાબેનાં આજી-3 માં વર્ષ દહાડે 250 થી 300 કરોડની ખનીજ ચોરી: ફોટો-વીડિયો ખળભળાટ
પડધરી તાબેનાં આજી-3 માં વર્ષ દહાડે 250 થી 300 કરોડની ખનીજ ચોરી: ફોટો-વીડિયો ખળભળાટ

પડધરી પોલીસ અને મામલતદાર તંત્રની ચુપકીદીથી ભારે આશ્ચર્ય
શોભાના ગાંઠીયા જેવું ખાણ ખનીજ ખાતું રાબેતા મુજબ મૌન!
કાર્યક્ષમ જિલ્લા કલેકટર તાકીદે પગલા લે તેવી ઉઠતી માંગ

રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકામાં આવેલા આજી-3 ડેમમાં બેફામ રેતી ચોરીની આંકડાબંધ વિગતો પ્રાપ્તિ થતા ભારે સનસનાટી મચી જવા પામી છે. સાથે-સાથે રાજકોટ જિલ્લા ખાણ-ખનીજ ખાતું, જિલ્લા કલેકટર તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, પડધરી તાલુકા પોલીસ અને પડધરી તાલુકા મામલતદાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

પડધરીથી માંડ 5 થી 7 કિ.મી. નાં અંતરે આવેલા આજી-3 ડેમમાં આધુનિક ટેકનીકથી વર્ષે દહાડે કરોડોની રેતી ઉસેડી લેવામાં આવતી હોવાનું (વિડીયો તેમજ ફોટો) જાહેર થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પડધરી તાલુકાનાં હરીપર-ખારી, ખાખરાબેલા, ગામ ખાતે આજી-3 ડેમમાં થતી રેતીનાં આંકડાઓએ ભારે ચકચાર જગાવી છે.આ ડેમમાં આશરે 35 થી 40 જેટલી વિશાળ હોડીઓ દ્વારા રોજની આશરે 2500 થી 3000 ટન જેટલી અધ્ધરેતી ગેરકાયદે કાઢીને વેચી મારવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ વિશાલકાય હોડીઓ દરિયામાં ચાલતા બાજ જેટલી મોટી હોય છે. હોડીમાં આશરે 75 થી 80 ટન રેતી એક સાથે ઉપાડવાની ક્ષમતા રહેલી છે. આથી તેવી હોડીઓ આજી-3 માં આશરે 35 થી 40 જેટલી 24-7 કલાક ફરતી જોવા મળે છે.

આ એક હોડીની કિંમત આશરે 12 થી 15 લાખની આંકવામાં આવે તો આવી 35 થી 40 હોડીઓ એટલે કે આશરે 4 થી 5 કરોડની હોડી આજી-3 માં રેતીની લૂંટ ચલાવી રહી છે. લૂંટ એટલે કે એની જાણ તંત્રને હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી.

આજી-3 ડેમમાં રોજના આશરે 125 થી 130 ડમ્પરો ભરીને આ રેતી-ખનીજની લૂંટ ચલાવવામાં આવે છે. તંત્રની ખામોશી ભારે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ખનીજ ચોરી સંદર્ભે તાજેતરમાં એક પરિપત્ર પણ બહાર પડ્યો છે.

જેમાં તંત્ર એક બીજાને ખો ન આપે તે માટે કડક સૂચનો કરવામાં આવ્યા છે અને અધિકારી આમ કરવામાં નિષ્ફળ જાય તો કડક વિભાગીય પગલા લેવાની પણ જોગવાઈ કરાઈ છે. પરંતુ આવા પરિપત્રોને સરકારી બાબુઓ ભૂ કરીને પી જાય છે.

તેવો તાલ સર્જાયો છે. આ ડેમમાં રેતીની કિંમત ટનનાં આશરે 800 થી 900 રૂપિયા ભાવ બોલાય છે. એ રીતે રોજના 125 થી 130 જેટલા ડમ્પરોનો હિસાબ માંડીએ તો વર્ષ દહાડે લગભગ 250 કરોડ થી 300 કરોડ રૂપિયાની રેતીની ચોરી સરકારી તંત્રની મીઠી નજર હેઠળ થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આજી-3 ડેમએ સૌની યોજના અંતર્ગત આવે છે અને આ ડેમનું પાણી પીવાના ઉપયોગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ આ ડેમમાં મત્સ્ય ઉદ્યોગ ડીપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા માછીમારીનો ઈશારો પણ આપવામાં આવ્યો છે.

અમારી ગોપનીય સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ રેતી ચોરી માટે ખનીજ માફીયા દ્વારા કોઈ ચોક્કસ એજન્સીને અથવા તો ભાગ બટાઈ દ્વારા મહિના દાડે રૂપિયા 50 લાખનો હપ્તો ફિક્સ કરવામાં આવ્યો છે.

એક રાજ્યની કોઈપણ એજન્સી પડધરીથી 7 કિ.મી. અંતરે આવેલા આ ડેમમાં ત્રાટકે તો સ્થળ પરથી 35 થી 40 કાય વિશાળ જેટલા હોડકા (બાજ), 15 થી 20 જેટલા ડમ્પરો, 3 થી 4 જેસીબી મશીનો મળીને આશરે 8 થી 10 કરોડની કિંમતનો માલ-સમાન જપ્ત કરી શકે છે.

Read About Weather here

હાલમાં જિલ્લાનાં સમાહર્તા કલેકટર તરીકે અરૂણ મહેશ બાબુ બિરાજે છે. તેઓ નખશીખ પ્રમાણિક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. આંકડા આધારિત પુરાવા સહિતની આ ઘટના સંદર્ભે તેઓ ત્વરીત પગલા લેવા નિંભર તંત્રને આદેશ કરશે. એવો આશાવાદ સ્થાનિકોઅ વ્યક્ત કર્યો છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here