ગુજરાતમાં ગ્રેડ-પે પોલીસ આંદોલનકારીઓ પર તુટી પડતી સરકાર, 25ની ધરપકડ

ગુજરાતમાં ગ્રેડ-પે પોલીસ આંદોલનકારીઓ પર તુટી પડતી સરકાર, 25ની ધરપકડ
ગુજરાતમાં ગ્રેડ-પે પોલીસ આંદોલનકારીઓ પર તુટી પડતી સરકાર, 25ની ધરપકડ

કમિટીનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કર્મીઓની માંગણી પર વિચાર થશે: હર્ષ સંઘવી
571 પોલીસ કર્મીઓ સામે આંદોલનના મામલે તપાસનો પ્રારંભ થતા પોલીસ બેડામાં સન્નાટો

ગુજરાતમાં ગ્રેડ-પેમાં સુધારો અને વિવિધ ભથ્થાઓમાં વધારો કરવાની માંગણીઓ સામે આંદોલન ચલાવનાર પોલીસ કર્મીઓ અને પોલીસ પરિજનો સામે ગૃહ ખાતાએ ધરપકડ સહિતની આકરી કાર્યવાહી શરૂ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગ્રેડ-પે અંગે કમિટી અહેવાલ આપશે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.દરમ્યાન રાજયના ગૃહ વિભાગ દ્વારા પોલીસ આંદોલનકારીઓ સામે આકરા પગલા લેવામાં આવ્યા છે.

ગે્રડ-પે આંદોલનના સંદર્ભમાં 25ની ધરપકડ કરવામાં આવી છે જયારે 571 પોલીસ કર્મીઓ સામે પ્રાથમિક તપાસનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 19 આંદોલનકારીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ રીતે ગ્રેડ-પે આંદોલન કરનારા પર રાજય સરકાર તુટી પડી છે અને ખળભળાટ મચી ગયો છે. ગૃહ રાજયમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, કચ્છના ધોરડો ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જવાનો સાથે દિવાળી ઉજવશે.

Read About Weather here

દિવાળી પર ધોરડોમાં ભવ્ય સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીની સાથે દિવાળીની ઉજવણીમાં પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદી અને ગૃહ રાજયમંત્રી સંઘવી પણ જોડાશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here