ગુજરાતના આંગણે દસ્તક દેતી શરદ ઋતુ, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાતના આંગણે દસ્તક દેતી શરદ ઋતુ, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતના આંગણે દસ્તક દેતી શરદ ઋતુ, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

પ્રશાંત મહાસાગરમાં લા નીના પરીબળ સર્જાતા કાતીલ ઠંડીનું મોજુ ફરી વળશે: અમદાવાદ, રાજકોટ, મહેસાણા, સુરત શહેરોમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો: અનેક શહેરોમાં રાત્રીના સમયે તાપણા દેખાયા, લોકો કબાટમાંથી કાઢી રહયા ગરમ વસ્ત્રો

છેલ્લા બે દિવસથી ગુજરાતના દ્વારે શરદ ઋતુ દસ્તક દઇ રહી છે અને લઘુતમ તાપમાનમાં છેલ્લા બે દિવસ દરમ્યાન 2 થી 3 ડિગ્રી જેવો ઘટાડો નોંધાયો છે. અત્યારે વાતાવરણમાં ફુલ ગુલાબી ઠંડીની અસર દેખાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આગામી દિવસમાં ગાત્રો ગાળતી અને હાડ થીઝાવતી આકરી ઠંડીનું મોજુ ફરી વળવાની શકયતા છે. પ્રશાંત મહાસાગરમાં લા નીના વાતાવરણ સર્જાયુ હોવાથી આવનારા દિવસોમાં રાજયમાં ઝબરી અને કાતીલ ઠંડીનું મોજુ ફરી વળે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

રાજકોટ, અમદાવાદ, જામનગર, ભાવનગર, મહેસાણા, સુરત, ગાંધીનગર વગેરે શહેરોમાં લઘુતમ તાપમાનમાં 2 થથી 3 ડિગ્રી ઘટાડો નોંધાતા રાત્રીના સમયે તાપણા દેખાયા છે.

લોકો ગરમ વસ્ત્રો કબાટમાંથી બહાર કાઢી રહયા છે અને નવા ગરમ વસ્ત્રોની ખરીદી નીકળી છે. દિપાવલીનો તહેવાર ઠંડોગાર બની રહે તેવું લાગી રહયું છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડી વધારે પડશે.ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને એ પછી તબક્કાવાર ઠંડી વધતી જશે.

રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગાંધીનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન નીચું રહેતા ઠંડીમાં વધારો થયો છે. હવે અમદાવાદમાં પણ ઠંડા પવનો શરૂ થવાથી ઠંડીમાં વધારો થયો છે.

નવેમ્બર મહિનાની અને દિવાળીની શરૂઆત થતા પહેલા જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ઓક્ટોબરના અંતમાં દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી સીઝનનો અનુભવ સ્થાનિકો કરી રહ્યા છે.

રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં વહેલી સવારથી ઠંડા પવનોનો અનુભવ જોવા મળી રહ્યો છે.શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઈ રહી છે. બેવડી સીઝનના કારણે લોકોએ હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહ્યો છે. બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

ગત રાત્રિએ ગાંધીનગર 13 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. ગાંધીનગર ઉપરાંત રાજ્યના 12 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો.

Read About Weather here

જેમાં નલિયામાં 16.3, અમરેલીમાં 16.8, કંડલામાં 16.9, ડીસામાં 17.8, સુરેન્દ્રનગર-મહુવા-અમદાવાદ-કેશોદમાં 18, રાજકોટમાં 18.3, પોરબંદરમાં 18.6, વડોદરામાં 20.3, સુરતમાં 22.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here