સૌ.યુનિ.માં વિદ્યાર્થીનીનો કાયદા ભવનના હેડ પર દુષ્કર્મનો આક્ષેપ

સૌ.યુનિ.માં વિદ્યાર્થીનીનો કાયદા ભવનના હેડ પર દુષ્કર્મનો આક્ષેપ
સૌ.યુનિ.માં વિદ્યાર્થીનીનો કાયદા ભવનના હેડ પર દુષ્કર્મનો આક્ષેપ

હું અહી આવ્યો તે બાદથી અત્યારસુધીમાં આ બહેન અહીં ભણ્યા નથી: કાયદા ભવનના હેડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક વિદ્યાર્થીનીએ કાયદા ભવનના હેડ પર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ પૂર્વ વિદ્યાર્થિનીએ કુલપતિને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે, હું કાયદા વિદ્યાશાખાની વિદ્યાર્થિની છું અને ગત વર્ષે પણ મેં આપને પીએચ.ડી. મામલે અન્યાય અને બળાત્કાર વિષે વાત કરી હતી. અધ્યાપક આનંદ ચૌહાણ દ્વારા વર્ષ 2007થી 2020 સુધીમાં મારી સાથે રેપ થયો છે.

આટલા વર્ષ મેં સહન કર્યું પણ ન્યાય મળ્યો નથી. હાલ આ વર્ષે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં 100માંથી 33 ગુણ મેળવ્યા છે. પાસ થવા માટે ઘટતા 12 માર્કસ કૃપા ગુણ તરીકે જરૂરી છે.

વધુમાં પૂર્વ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, માનવતાના નાતે આટલું કાર્ય કરો તો હું કોઈને માણસ સમજીશ બાકી તો વાસના અને સ્વાર્થથી ભરેલી સૌરષ્ટ્ર યુનિવર્સિટીની રાજકારણની દુનિયામાં મારા જેવી વિદ્યાર્થિની માટે ન્યાય હોય શકે નહિ.

મારી અરજી ફોગટ જશે તે હું જાણું છું છતાં મારો આ પ્રયત્ન છે કે હું અરજી કરું છું. છેલ્લા કેટલાય વર્ષો થયા કોઈ સાંભળતું નથી તો કૃપયા તમે મારી અરજી ધ્યાનમાં લઇને મને ન્યાય કરવા વિનંતી કરું છું.

પોતાના પર થયેલા આક્ષેપો અંગે ખુલાસો કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટના કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણએ મીડિયાને જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીના આક્ષેપો સદંતર ખોટા છે.

વર્ષ 2004 પહેલા તો મેં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને વર્ષ 2016માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી નિમણૂંક થઇ હતી. વિદ્યાર્થિનીએ 2007થી 2020ની વાત કરી અને હું અહી આવ્યો તે બાદથી અત્યારસુધીમાં તો એ બહેન અહીં ભણતા નથી.

જેથી આક્ષેપો સદંતર ખોટા છે અગાઉ પણ પીએચ.ડી.માં પાસ ન થતા બહેને અન્યો વિરુદ્ધ પણ રજુઆતો કરી છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ લો ફેકલ્ટીના અધ્યાપક સામે દુષ્કર્મના આક્ષેપ સાથે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ઘટતા 12 માર્કસ કૃપા ગુણ તરીકે આપવા માંગ કરી હતી.

Read About Weather here

જોકે માર્કસ વધારો ન આપી શકાય અને વિદ્યાર્થિનીના આક્ષેપ બાબતે અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here