આર્યન ખાન જેલ મુક્ત

આર્યન ખાન જેલ મુક્ત
આર્યન ખાન જેલ મુક્ત

સુપરસ્ટારની સહકલાકાર જુહી ચાવલાએ જામીન આપ્યા, મન્નત પહોંચ્યો સુપરસ્ટાર પુત્ર: પરિવાર સાથે અશ્રૃભીનું પુર્નમિલન
નિવાસ સ્થાન મન્નતનો રોશનીથી રંગત ભર્યો શણગાર કરાયો: ચાહકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા, આર્યનની ઝલક જોવા લોકોમાં ધસારો

ક્રુઝ શિપ ડ્રગ્સ મામલામાં આખરે સુપરસ્ટાર શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાનનો 28 દિવસ બાદ જેલમાંથી છૂટકારો થયો છે. મુંબઈ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જજ નાં હુકુમની કોપી આજે આર્થર રોડ જેલ સુધી સવારે

Visit Saurashtra Kranti Homepage here

પહોંચાડી દેવાતા જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આર્યન ખાન અને તેની સાથેનાં અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પણ સવારે 11 વાગ્યે જેલ મુક્ત થયા હતા.

ગઈકાલે અભિનેત્રી અને શાહરૂખ ખાનની સહકલાકાર તથા પારિવારિક મિત્ર જુહી ચાવલાએ આર્યન ખાનનાં જામીન પડી સહી કરી હતી. હાઈકોર્ટે 14 શરતો સાથે આર્યન ખાનને રૂ. 1 લાખનાં જાત મુચરકા પર જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

પુત્રને લેવા માટે સવારે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચી ગયો હતો. આર્યનને મુક્ત થયા બાદ શાહરૂખ સિધ્ધો નિવાસ સ્થાન મન્નત હંકારી ગયો હતો. ત્યાં આર્યનનું માતા ગૌરી ખાન અને અન્ય પરિવારજનોએ અશ્રુભીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

પરિવાર સાથે લગભગ 1 મહિના બાદ પુર્નમિલન થતા માતા-પિતા અને પુત્ર વચ્ચે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે હાઈકોર્ટમાંથી જામીન મળ્યાનાં સમાચાર મળ્યા બાદ ગઈરાતથી જ મન્નત બંગલાને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.

નિવાસી સ્થાનની સામે મોટી સંખ્યામાં ચાહકોનાં ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ચાહકોએ ફટાકડા ફોડ્યા હતા. શાહરૂખે તુરંત જ નાના પુત્ર અબ્રામની સાથે મન્નતની બાલ્કની પર આવી ચાહકોનો આભાર માન્યો હતો. મન્નતમાં ગમગીનીનાં સ્થાને આજે ખુશાલી ફરી વળી હતી.

હાઇકોર્ટે દર શુક્રવારે એનસીબી કચેરી પર હાજરી પુરાવા, એનસીબીની મંજૂરી વિના મુંબઈની બહાર કે વિદેશ ન જવા અને પાસપોર્ટ જમા કરાવી દેવાની શરતે જામીન આપ્યા હતા.

Read About Weather here

હાઇકોર્ટનાં ઓર્ડરની સંપૂર્ણ નકલ મોડી રાત્રે જ જેલનાં ખાસ બોક્સમાં જ મૂકી દેવામાં આવી હતી. સવારે 11 વાગ્યે આર્યન ખાન જેલની બહાર આવ્યો હતો અને સફેદ રંગની રેન્જરોવર કારમાં સિધ્ધો મન્નત હંકારી ગયો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here