મહામારીનાં દુષ્પ્રભાવથી વિશ્ર્વને શુધ્ધ કરવા ભારત-ઇટલીનો સંકલ્પ

મહામારીનાં દુષ્પ્રભાવથી વિશ્ર્વને શુધ્ધ કરવા ભારત-ઇટલીનો સંકલ્પ
મહામારીનાં દુષ્પ્રભાવથી વિશ્ર્વને શુધ્ધ કરવા ભારત-ઇટલીનો સંકલ્પ

રોમનું રોમે રોમ પોકારી ઉઠ્યું, મોદી…મોદી: ઇટાલીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત: ઇટલીનાં વડાપ્રધાન મારીયો સાથે વિવિધ મુદ્ાઓ પર સઘન વાતચીત
મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા નરેન્દ્ર મોદી: આજે વિટીકન સીટી ખાતે ખ્રિસ્તી ધર્મગુરૂ પોપ ફ્રાન્સીસ સાથે મોદીની મુલાકાત

ઇટાલીની ત્રણ દિવસની યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીનાં વડાપ્રધાન મારીયો ધ્રાગી સાથે વાટાઘાટો કરી હતી. બંને મહાનુભાવો કોરોના મહામારીનાં દુષ્પ્રભાવથી વિશ્ર્વને બચાવવા, પર્યાવરણ શુધ્ધિ અને સ્વાસ્થ્ય અને વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલે વડાપ્રધાન મોદી ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા ત્યારે ભારતીય નાગરિકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને મોદી…મોદી નાં પોકારોથી ઇટલીની રાજધાની ગુંજી ઉઠી હતી.

યુરોપનાં આ ખૂબ જ મહત્વનાં દેશની યાત્રા દરમ્યાન વડાપ્રધાન વેટીકન સીટી જઈને વિશ્ર્વનાં ખ્રિસ્તી સમાજનાં ધર્મગુરૂ પોપ ફ્રાન્સીસની આજે મુલાકાત લેશે. વડાપ્રધાન જી-20 શિખર સંમેલનને સંબોધન કરશે.

અહીંથી તેઓ બ્રિટનનાં ગ્લાસગોની મુલાકાતે પહોંચશે, જ્યાં બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જોન્સન સાથે બેઠક યોજાશે.ઇટલીમાં વડાપ્રધાન મારીયો ધ્રાગી ઉપરાંત અન્ય ઇટાલિયન નેતાઓને પણ મોદી મળ્યા હતા.

યુરોપિયન કાઉન્સિલનાં વડા તથા યુરોપીય પંચનાં ચેરમેન સહિતનાં મોદીએ સઘન ચર્ચા વિચારણા કરી હતી. વિવિધ દેશોની પ્રજાઓ વચ્ચે સંકલન કરીને ફળદાયી કામગીરી વડે વિશ્ર્વને સ્વસ્થ અને

પ્રદુષણ મુક્ત બનાવવા અને સાથે સાથે અર્થતંત્રનાં વિકાસ માટે આગળ વધારવાના મુદ્દાઓ પર મસલતો કરવામાં આવી હતી. રોમમાં વડાપ્રધાન મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીનાં આદર્શો અને વિચારો વિશ્ર્વનાં કરોડો લોકોને હિંમત અને પ્રેરણા પુરા પાડી રહ્યા છે.

રોમમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઇટાલીનાં વડાપ્રધાન સાથેની બેઠકમાં વિશ્ર્વનાં પર્યાવરણ, વિકાસ, જલવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર વિચારોની આપ-લે થઇ હતી.

દ્વિપક્ષી અને પરસ્પર હિતનાં મુદ્દાઓ ચર્ચાયા હતા. કોરોના મહામારીની પ્રતિકુળ અસરોથી વિશ્ર્વને મુક્ત કરવા અને પર્યાવરણમાં પરિવર્તનનાં પગલા લઇ શુધ્ધ ઉર્જા માટે સાથે મળીને પગલા લેવા બંને મહાનુભાવોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Read About Weather here

કોરોના મહામારી બાદ વડાપ્રધાન મોદીની આ ત્રીજી વિદેશયાત્રા છે. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી બાદ હું પહેલીવાર કોઈ શિખર સંમેલનમાં હાજરી આપી રહ્યો છું. આ સંમેલનમાં વિશ્ર્વની પરિસ્થિતિ તેમજ મહામારી બાદ અર્થતંત્રને મજબુત કરવાના ઉપાયો પર ચર્ચાની મહત્વપૂર્ણ તક મળશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here