રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બો’…!

રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બો’...!
રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બો’...!

હાલમાં જ અમદાવાદમાં પોલીસે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં 11 લોકો સામે ફરિયાદ થઈ હતી. કાળું નાણું છુપાવવા, ટેક્સ ન ભરવા માટે સૌથી વધુ જમીન-દલાલો, મોટા કોર્પોરેટ હાઉસ, HNI વર્ગ તેમજ રાજકારણીઓ ડબ્બાના વેપાર સાથે સંકળાયેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

એક્સચેન્જોનું દૈનિક વોલ્યુમ અંદાજે 80 હજાર કરોડથી વધુનું છે એની સામે ડબ્બાનું વોલ્યુમ 5થી 6 ગણું મોટું છે. ગુજરાતમાંથી એક્સચેન્જ પર વાસ્તવિક 15000 કરોડથી વધુનું વોલ્યુમ છે,

એની સામે ડબ્બા ટ્રેડિંગમાં સરેરાશ 75000 કરોડથી વધુનો વેપાર થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોઈપણ બાબત પર ‘શરત’ લગાડી કમાણી કરાતી હતી, જેને શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે.

ટેક્નોલોજીના યુગમાં પણ મૌખિક વેપારમાં ગુજરાતીઓ પણ પાવરધા છે. છેલ્લા ત્રણેક દાયકાથી એક્સચેન્જો સક્રિય થયાં છતાં રોકાણકારો ડબ્બાના વેપારને એટલું જ મહત્ત્વ આપી રહ્યા છે.

શેર, કોમોડિટી, ક્રિકેટ, મટકા તથા ચોમાસાનો સૌથી મોટો સટ્ટો (ડબ્બા) વેપાર ગુજરાતમાંથી રમાઇ રહ્યો છે. સત્તાવાર સ્ટોક એક્સચેન્જની જેમ જ બે નંબરમાં ચાલતા ઇક્વિટી ટ્રેડિંગમાં ગુજરાતમાં રોજનું રૂ. 70-75 હજાર કરોડનું ટ્રેડિંગ થઇ રહ્યું છે.

ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ વોલ્યુમમાં મુંબઇ ટોચના સ્થાને છે. ત્યાર બાદ અમદાવાદ, કોલકાતા, દિલ્હી, ચૈન્નઇ અને બેંગલુરુનો ક્રમ આવે છે. જ્યારે ડબ્બાના સૌથી વધુ વેપાર મુંબઈ, બાદમાં બીજા ક્રમે ગુજરાત અને ત્યાર બાદ રાજસ્થાનમાં ચાલી રહ્યો છે.

ડબ્બાના વેપારમાં સામાન્ય વર્ગ જ નહીં, પરંતુ ડોક્ટર, જમીન-દલાલો, રાજકારણીઓ, ડાયમંડ-ટેક્સટાઇલ, કોર્પોરેટ વર્લ્ડના ખેલાડીઓ ટ્રેડિંગ કરી રહ્યા છે. ડબ્બાના વેપારમાં સરકારને સૌથી મોટું નુકસાન ટેક્સની આવકમાં છે.

ગુજરાતી ખેલાડીઓ માટે ડબ્બો રમાડનાર ગુજરાતીમાં એપ્લિકેશન પૂરી પાડે છે, જેના કારણે ડબ્બામાં વોલ્યુમ વધે.

ડબ્બાના વેપારની કમાન રમાડનાર ખેલાડીના હાથમાં હોય છે. એપ્લિકેશન દ્વારા ચાલતા ટ્રેડિંગમાં રમાડનાર ખેલાડી ગમે ત્યારે ગમે તે સ્ટોકને અટકાવી શકે છે, જેને કારણે રમનારને મોટે પાયે નુકસાની વેઠવી પડે છે.

ડબ્બામાં ટ્રેડિંગ કરનાર સરેરાશ 80 ટકા ટ્રેડર્સને નુકસાની જ ભોગવવી પડે છે. ડબ્બો રમાડનાર રમનારની ક્ષમતાના આધારે લિમિટ નક્કી કરે છે. એમ ફિનઆઇડિયાઝ મેનેજમેન્ટ સોલ્યુશન પ્રા.લિ.ના ડિરેક્ટર ઉદિપ્થ તલેરાએ જણાવ્યું હતું.

શેરબજારમાં સૌથી વધુ ડબ્બાનો વેપાર થઇ રહ્યો છે, જેમાં એફએન્ડઓની સ્ક્રિપ્સમાં સૌથી વધુ સટ્ટો થઇ રહ્યો છે. તેમજ નિફ્ટી-50ની ટોચની સ્ક્રિપ્સ, નિફ્ટી, બેન્ક નિફ્ટીમાં મોટે પાયે વલણ વધી રહ્યું છે. આ ઉપરાંત સ્ટોક્સમાં સૌથી વધુ લિક્વિડિટી ધરાવતી સ્ક્રિપ્સમાં ડબ્બો ચાલે છે.

એક્સચેન્જ વગર ગેરકાયદે ખરીદ-વેચાણ થતા શેર, અન્ય ટ્રાન્ઝેક્શનને ડબ્બા ટ્રેડિંગ કહે છે. ડબ્બાનો અર્થ કોઇપણ ટ્રાન્ઝેક્શન ઓન રેકોર્ડ નહિ. એક્સચેન્જ વગર ઇક્વિટી, કોમોડિટીમાં જે સોદા થાય એનો કોઇ ચોપડે હિસાબ ન હોય તેવા સોદાને ડબ્બા ટ્રેડિંગ કહે છે. રમાડનારની પોતાની એપ્લિકેશનનું પ્રભુત્વ હોય છે.

ડબ્બાનો વેપાર ગેરકાયદે છે, પરંતુ ખુલ્લે આમ રમાઇ રહ્યો છે. એના માટે કોઇ જ પગલાં લેવાતાં નથી. સરકારે આજ દિવસ સુધી આ દિશામાં વિચાર્યું નથી. સરકારને ટેક્સની આવકમાં નુકસાન છે. –

જિજ્ઞેશ માધવાણી, ટોરિન વેલ્થ ગ્રુપ ઇક્વિટી, કોમોડિટીમાં સટ્ટો તો સમજ્યા, પરંતુ ક્રિકેટમાં દિવસે ને દિવસે સટ્ટાનું જોર વધી રહ્યું છે. આઇપીએલની સીઝનમાં કેટલાક ગુજરાતીઓ સરેરાશ 1000-1500 કરોડનો સટ્ટો રમી નાખતા હતા.

આ ઉપરાંત હવે ટી-20માં પણ મોટે પાયે સટ્ટો રમાય એવું અનુમાન છે. એટલું જ નહીં, ચોમાસા આધારિત સટ્ટાનું પણ મહત્ત્વ વધી રહ્યું છે.

Read About Weather here

ડબ્બાથી સરકારને થતી ટેક્સની આવકમાં મોટેપાયે નુકસાન છે. ગુજરાતમાં અંદાજે દૈનિક 75 હજાર કરોડથી વધુના ડબ્બા ટ્રેડિંગને કારણે સરકારને સરેરાશ 100 કરોડથી વધુની ટેક્સની આવક ગુમાવવી પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here