જસદણ : કોઠીગામની સીમમાંથી માંથી ગાંજા ના વાવેતરનો મોટો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

જસદણ : કોઠીગામની સીમમાંથી માંથી ગાંજા ના વાવેતરનો મોટો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ
જસદણ : કોઠીગામની સીમમાંથી માંથી ગાંજા ના વાવેતરનો મોટો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

રાજકોટ ગ્રામ્યમાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા તથા પો.સબ , ઇન્સ , એચ , એમ.રાણા તથા પો.સબ.ઇન્સ . જી.જે.ઝાલા એસ.ઓ.જી સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ જાતે બાબર રહે કોઠી ગામની પાંચકોશી સીમ , પાવર હાઉસ ની પાછળ તા.જસદણ જી.રાજકોટ વાળો પોતાની વારસાયી ની ખેતીની જમીનમાં ગેર કાયદેસર રીતે નાર્કોટીકસ – માદકપદાર્થ ( ગાંજા ) ના છોડ નુ વાવેતર કરેલ છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે હકિકત વાળી જગ્યા એ રેઇડ કરતા મજકુર ના કબ્જા ભોગવટા વાળી વાડી પડા માંથી કપાસ ના વાવેતર વચ્ચે થી ગાંજાના નાના – મોટા છોડ નંગ -૨૯ કુલ વજન ૫ કિલો ૨૮૧ ગ્રામ કિ.રૂ .૩૬,૯૬૭ / – સાથે આરોપી ને ઝડપી પાડી જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ જાતે બાબર ઉ.વ. – ૩૬ (રહે કોઠી ગામની પાંચકોશી સીમ , પાવર હાઉસ ની પાછળ) પાસેથી ગાંજા ના નાના – મોટા છોડ નંગ -૨૯ કુલ વજન ૫ કિલો ૨૮૧ ગ્રામ કુલ કિ.રૂ .૩૬,૯૬૭ નો મુદ્દામાલ કબ્જે કરેલ.

Read About Weather here

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ . એચ.એમ.રાણા તથા પો.સબ.ઇન્સ . જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા ઉપેન્દ્રસિહ જાડેજા તથા પરવેઝભાઇ સમા પો.હેડ કોન્સ . જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમિતભાઇ કનેરીયા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા દિલીપસિહ જાડેજા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here