અમેરિકામાં હાહાકાર મચાવતી ડુંગળી, સેંકડો સારવારમાં

અમેરિકામાં હાહાકાર મચાવતી ડુંગળી, સેંકડો સારવારમાં
અમેરિકામાં હાહાકાર મચાવતી ડુંગળી, સેંકડો સારવારમાં

આયાતી ડુંગળીનાં સેવનથી સેલ્મોનેલા મહામારી ફાટી નીકળી: 37 રાજ્યોમાં 652 લોકોને ઝેરી અસર,
129 સારવાર હેઠળ: લોકોને ડુંગળીનાં જથ્થાનો નિકાલ કરી નાખવા સરકારનો આદેશ: સેલ્મોનેલા બેકટેરીયાથી તાવ, ઝાડા-ઉલ્ટી, આંતરડાનાં ચેપથી પીડાતા લોકો: મેક્સિકોથી આયાત કરાયેલી ડુંગળી અમેરિકનોને રડાવે છે

મેક્સિકો દેશમાંથી આયાત કરવામાં આવેલી ડુંગળીએ અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે અને ડુંગળીનાં સેવનને પગલે સેલ્મોનેલા નામનો રોગચાળો ફાટી નીકળતા સેંકડો લોકો ઝપટમાં આવી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર અમેરિકામાં ડુંગળીનાં સેવનથી ઝેરી અસર થતા 37 રાજ્યોમાં રોગચાળો પ્રસરી ગયો છે. અત્યાર સુધીમાં 652 લોકો ચેપગ્રસ્ત બન્યાનું જાહેર થયું છે. જયારે 129 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ડુંગળીનાં જુના જથ્થાનો તાત્કાલિક નાશ કરી નાખવા અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોને તાકીદ કરી છે.અમેરિકાનાં રોગ નિયંત્રણ સેન્ટર અને ફૂડ વિભાગે જણાવ્યું હતું કે, પાડોશી દેશ મેક્સિકોમાંથી આયાત કરાયેલી ડુંગળીએ રોગચાળો ફેલાવી દીધો છે

અને સેલ્મોનેલા નામની બિમારી ફરી વળી છે. આ બેકટેરીયા એવો છે જેનાથી ચેપગ્રસ્ત વ્યક્તિને સખ્ત ઝાડા-ઉલ્ટી થઇ જાય છે, ભારે તાવ ચડી જાય છે અને પેટમાં ગળબળ થઇ જાય છે. આંતરડાને ચેપ લાગે છે.

સમગ્ર દેશમાં આયાતી લાલ, સફેદ અને પીળી ડુંગળીનો જેટલો જથ્થો હોય તમામનો નાશ કરી નાખવા લોકોને તાકીદ કરવામાં આવી છે. આ બેકટેરીયાથી હજુ કોઈ મૃત્યુ થયું નથી.

વધારે અસર થઇ હોય તો માથાનો દુ:ખાવો, પેશાબ અને ઝાડામાં લોહી પડવું પણ શરૂ થઇ જાય છે, શરીર પર લાલચકામાં ઉપસી આવે છે. અમેરિકી અન્ન વિભાગનાં સુત્રો જણાવે છે

કે, ડુંગળીનો જથ્થો કોલ્ડ સ્ટોરેજ અથવા સુકા સ્થળે 3 મહિના સુધી સાચવી શકાય છે તે પછી જથ્થો સડવા લાગે છે. તમામ રેસ્ટોરાં ચાલકોને પણ સાફસફાઈ રાખવા તાકીદ કરવામાં આવી છે.

Read About Weather here

કિચન સહિતની જગ્યાઓ સેનીટાઈઝ કરવા તાકીદ કરાઈ છે. આ બેકટેરીયા જાનવરનાં સંપર્કમાં આવવાથી પણ લોકોને લાગુ પડી શકે છે. આ રોગનો ચેપ લાગે ત્યારે 12 થી 72 કલાકની અંદર લક્ષણો જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here