ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીઓ અંગે દિલ્હીમાં જોરદાર મનોમંથન

ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીઓ અંગે દિલ્હીમાં જોરદાર મનોમંથન
ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીઓ અંગે દિલ્હીમાં જોરદાર મનોમંથન

રાજયના કોંગ્રેસના નેતાઓની પક્ષના વરિષ્ઠ રાહુલ ગાંધી સાથે ઉંડી ચર્ચા વિચારણા: ખાસ બેઠક યોજાઇ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, શકિતસિંહ, મશોઢવાડીયા સહિના નેતાઓની હાજરી
પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અને નવા વિપક્ષી નેતાના નામની વિચારણા,રાહુલે વન-ટુ-વન બેઠક કરી: ટુંક સમયમાં પ્રદેશ કોંગ્રેસના નવા સુકાની અને વિપક્ષી નેતાના નામની જાહેરાત: હાર્દિક પટેલની પણ હાજરી

ગુજરાત કોંગ્રેસને ટુંક સમયમાં નવા સુકાની મળી જશે તેવી ધારણા છે. પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અને નવા વિપક્ષી નેતાના નામની ચર્ચા વિચારણા કરવા માટે નવી દિલ્હી ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપરાંત 15 ધારાસભ્યોનો જમાવડો થયો છે.

હવે ટુંક સમયમાં પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષી નેતાનું નામ જાહેર થાય તેવી શકયતા છે.રાહુલ ગાંધીએ તમામ ટોચના નેતાઓ સાથે બેઠક કરીને સઘન મસલતો હાથ ધરી હતી અને બધાના વિચારો જાણ્યા હતા,

મંતવ્ય મેળવ્યા હતા અને બાદમાં રાહુલ ગાંધીએ નેતાઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી અને પક્ષનો મીજાજ પારખવાની કોશીશ કરી હતી. 9 જેટલા નેતાઓના નામ બન્ને હોદ્ા માટે ચર્ચાઇ રહયા હોવાનું જાણવા મળ્યું છે.

હજુ સુધી કોઇ એક નામ પર સંમતી થઇ નથી. પરંતુ મોવડીઓ ટુંક સમયમાં નિર્ણય જાહેર કરશે તેવું પ્રદેશ કોંગ્રેસના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું.

નવી દિલ્હીમાં યોજાયેલી ખાસ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, વરિષ્ઠ નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વગેરે ઉપસ્થિત રહયા હતા તેમ જાણવા મળે છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં હાજર રહયા હતા અને ઉંડો વિચાર વિમક્ષ કરવામાં આવ્યો હતો.વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એ સમયે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાનું શાહસ પક્ષના મોવડીઓ કરી રહયા છે.

નવા તેજીલા તોખાર નેતાના હાથમાં સુકાન સોંપવાનું ગંભીરતાથી વિચારમાં આવી રહયું છે. એ જ રીતે વિધાનસભામાં મજબુત વિપક્ષ તરીકે પક્ષ ઉપસી આવે એ રીતે લડાયક નેતાને વિપક્ષી નેતા પદ સોંપવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ લખાય છે ત્યારે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તથા ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક પુરી થઇ ગઇ છે. હવે કયારે નામ જાહેર થશે એ જોવાનું રહે છે. ગુજરાતમાં કોંગ્રેસ લગભગ 3 દાયકાથી સત્તાથી દુર રહી છે

એટલે સંગઠનને વધુ મજબુત કરવા અને પક્ષની પ્રતિભાને ચમકાવવા માટે પક્ષના મોવડીઓએ ફેરફારોની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને પણ અલગ-અલગ બોલાવીને રાહુલ ગાંધીએ ચાર્ચા વિચારણા કરી હોવાનું જાણવા મળ્યું છે. તમામ નેતાઓ સાથે રાહુલ ગાંધીની વન-ટુ-વન બેઠકને મહત્વ આપવામાં આવી રહયું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here