ગુજરાતમાં સર્વ સમાજને સાથે રાખી સર્વવ્યાપી વિકાસ કરાશે: મુખ્યમંત્રી

ગુજરાતમાં સર્વ સમાજને સાથે રાખી સર્વવ્યાપી વિકાસ કરાશે: મુખ્યમંત્રી
ગુજરાતમાં સર્વ સમાજને સાથે રાખી સર્વવ્યાપી વિકાસ કરાશે: મુખ્યમંત્રી

સુરતમાં સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભુપેન્દ્ર પટેલનો સન્માન સમારંભ: 29 સામાજીક સંગઠનો જોડાયા, અન્ય નવા મંત્રીઓનું પણ સન્માન કરાયું

ગુજરાતમાં સર્વ સમાજોને સાથે રાખી સર્વવ્યાપી અને સર્વસમાવેશક વિકાસ કરવાની નેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી હતી. સુરત ખાતે સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને રાજ્યસરકારનાં મંત્રીઓનું અભિવાદન કરવાનું ખાસ સમારંભ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સુરત અને દક્ષિણ ગુજરાતનાં 29 જેટલા સામાજીક સંગઠનોએ મુખ્યમંત્રી અને મંત્રીઓનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌના વિકાસનાં તંત્ર સાથે મારી સરકાર લોકો વચ્ચે રહીને લોક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન થકી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.

પાટીદાર સમાજ સૌને સાથે રાખીને ચાલનારો સમાજ છે. તેવું દર્શાવી તેમણે ખોટા રીતરીવાજોને તિલાંજલી આપીને દિવ્ય ભવ્ય ગુજરાતનાં નિર્માણનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હાજર કેન્દ્રનાં પશુપાલન મંત્રી પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું

કે, સુરતમાં 2022 માં સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ મહાપરીષદ યોજાઈ રહી છે. તેમાં સમાજમાંથી વધારેમાં વધારે લોકો જોડાય અને રાજ્ય તથા દેશના વિકાસ માટે આગળ આવે એ સમયની માંગ છે.

આજે લાખ ટન ખેતીની પરાલીને સળગાવી નાખવામાં આવે છે. પણ જો તેનો ખાણ ઉદ્યોગક્ષેત્ર માટે ઉપયોગ કરાય તો મોટી ક્રાંતી આવી શકે છે.

કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર ગ્લોબલ પરિષદમાં અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. વડાપ્રધાન માને છે કે જો દરેક દેશવાસી એક ડગલું આગળ વધે તો સમગ્રદેશ કરોડ ડગલા આગળ વધશે.

સમીટને કારણે વિવિધ ઉદ્યોગકારોની આવડત, સુઝબુઝ અને નવા વિચારોનું આદાનપ્રદાન થશે. વ્યવસાયમાં વૃધ્ધિ, વેપાર ઉદ્યોગનું પરસ્પર જોડાણ અને આર્થિક સામાજીક ઉત્થાનથી દેશને વિકાસ માર્ગે તેજ ગતિથી અગ્રસર કરી શકાશે.

ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે સમૂહલગ્ન, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી પ્રવૃતિઓ શરૂ કરીને અન્ય સમાજોને પ્રેરણા આપી છે.

Read About Weather here

આ પ્રસંગે કેન્દ્રનાં રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રમમંત્રી બ્રિજેશ મેરજા અને મંત્રી અરવિંદ રૈયાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here