મહારાષ્ટ્રનાં એક જ જિલ્લાનાં 61 ગામોમાં લોકડાઉન

મહારાષ્ટ્રનાં એક જ જિલ્લાનાં 61 ગામોમાં લોકડાઉન
મહારાષ્ટ્રનાં એક જ જિલ્લાનાં 61 ગામોમાં લોકડાઉન

10 થી વધુ કોરોના કેસો બહાર આવે એ તમામ ગામોમાં સજ્જડ નિયંત્રણો

મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા નિયંત્રણો હળવા કરવા માટે રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે ત્યાં રાજ્યનાં એક જિલ્લાનાં 61 ગામોમાં લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારથી આ તમામ ગામોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ તમામ ગામો અહેમદનગર જિલ્લાનાં છે.

સોમવારથી 10 દિવસ સુધી તમામ ગામો બંધ રહેશે. તેવું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનાં 10 કે તેથી વધુ કેસો નોંધાય તેવા ગામોને લોક કરી દેવામાં આવેલ છે.

અહેમદનગર સહિત રાજ્યનાં 5 જિલ્લાઓમાં વધુમાં વધુ કોરોના કેસ નોંધાય રહ્યા છે.સૌથી વધુ પુણે જિલ્લામાં 8491 દર્દીઓ, થાણેમાં 6284, મુંબઈમાં 5374, અહેમદનગરમાં 5173 અને સતારા જિલ્લામાં 2113 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

અહેમદનગર જિલ્લામાં રીકવરી રેટ 96.4 ટકા રહ્યો છે પણ સામે મૃત્યુ દર 2.1 ટકા જેવો ભારે રહ્યો છે. આ તમામ 61 ગામોમાં તમામ શાળા-કોલેજો, દુકાનો અને બજારો તથા ધર્મસ્થળો બંધ રહેશે.

માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. બહારથી કોઈ લોકોને આ ગામોમાં પ્રવેશ નહીં અપાય. સૌથી વધુ સંગમમેર તાલુકાનાં 24 ગામો લોકડાઉનની કેદમાં પુરાયા છે.

Read About Weather here

રાજ્યમાં ગઈકાલ સુધીમાં નવા 35888 એક્ટીવ કેસ નોંધાયા છે. અત્યારે 243152 જેટલા લોકો હોમ કવોરન્ટાઇન થયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here