બાપુના સપના સાકાર કરવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

બાપુના સપના સાકાર કરવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
બાપુના સપના સાકાર કરવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

ગ્રામપંચાયતોની પાણી સમિતિના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી મોદીની વાતચીત: ખાસ જલ જીવન એપ શરૂ કરાઇ, તમામ પ્રકારની માહિતી તેના પર મળી જશે
ગાંધી જયંતી દિને અનોખા જલ જીવન મિશનનો શુભારંભ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોન્ચીંગ કર્યુ, ખેડૂતો સાથે ખાસ સંવાદ, લોક ભાગીદારીથી જ દરેક યોજના સફળ થાય છે: વડાપ્રધાન, દેશના પ્રથમ પ્લાસ્ટિક મુકત બનેલા ગામ પાલનપુરના પીંપળી ગામના લોકો સાથે ખાસ સંવાદ

આજે તા.2 ઓકટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતીના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં મહત્વકાંક્ષી અને અનોખા જલ જીવન મિશનનો શુભારંભ કરાવ્યો હતો અને ખાસ જલ જીવન મિશન મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે તેમણે ગુજરાતનાં ખેડૂત સહિત દેશભરના ખેડૂતો અને ગ્રામ પંચાયતોની પાણી સમિતિના સભ્યો સાથે ખાસ વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો.

જલ જીવન મિશનની સાથે સાથે વડાપ્રધાને દેશના પ્રથમ પ્લાસ્ટિક મુકત ગામ પાલનપુરના પીંપળી ગામના લોકો સાથે પણ ખાસ વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સથી જલ જીવન મિશનનું મહત્વ સમજાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, તમામ મિશન સફળ બનાવવા માટે જન ભાગીદારી જરૂરી છે. દરેક યોજના લોક ભાગીદારીથી જ સફળ થાય છે એટલે દરેક પ્રોજેકટ માટે જન આંદોલન અને જન ભાગીદારી જરૂરી છે.

આજે મહાત્મા ગાંધીજીના સપના સાકાર કરવાનો સમય પાકી ગયો છે. દેશમાં ખાદીના વેચાણમાં પણ ખુબ વધારો થયો છે. બાપુના સપના સાકાર કરવાના છે.

તેમણે જલ જીવન મિશનને પારદર્શી બનાવવાની ખાત્રી આપી હતી અને જણાવ્યું હતું કે, મહાત્માના સપના પુરા કરવા માટે આવા મિશનથી ખુબ જ મદદ મળશે.

તેમણે જણાવ્યું હતું કે, બનારસકાંઠામાં ટપક સિંચાઇ પધ્ધતી ખુબ જ લોકપ્રિય છે.તેમણે કહયું હતું કે, તેમણે ગરીબી જોઇ નથી તેઓ પાણીનું મહત્વ સમજી ન શકે.

બાપુના સપના સાકાર કરવા માટે દેશ આખાએ સહયોગ કર્યો છે. એટલે આત્મર્નિભર બનવાના ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે આગળ વધવાનું છે.

તેમણે પાણીની બાબતમાં ગુજરાતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતને છેલ્લા બે દાયકામાં પાણીના મિશન માટે અનેક એવોર્ડ મળ્યા છે. ગુજરાતના દરેક સીએમ માટે લોકો સુધી પાણી પહોંચાડવાની કામગીરી હંમેશા પ્રાથમિકતા રહી છે.

વડાપ્રધાન મોદીએ પાણી સમિતિના સભ્યો સાથે અને પીંપળીની ગ્રામસભાને સંબોધતા સલાહ આપી હતી કે, પાણી બચાવવા માટે આપણે વધુમાં વધુ પ્રયાસો કરવા જોઇએ.

પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઇએ. તેમણે આશા વ્યકત કરી હતી કે, હવે એ દિવસો દુર નથી કે, દીકરીઓને દુરદુર સુધી પાણી લેવા જવું નહીં પડે.

દરેક ઘર સુધી નળવાટે પીવાનું પાણી પહોંચાડવાનું અમારૂ લક્ષ્ય છે.વડાપ્રધાને એવી તીખી ટકોર કરી હતી કે, જે લોકોએ કદી ગરીબી જોઇ નથી એવા લોકોને પાણીની કિંમત કદી નહીં સમજાય.

લાંબો સમય સુધી સત્તા પર રહેલા લોકોએ કદી લોકોને પધ્ધતીસર પાણી પહોંચાડવાની ચિંતા કરી નથી.

દરમ્યાન દેશભરમાં પ્લાસ્ટિક મુકિત માટે નવો ઐતિહાસ રચનાર બનારસકાંઠાના પાલનપુર તાલુકાના પીંપળી ગામનાં લોકોની ગ્રામસભાને સંબંધોન કરી વડાપ્રધાને ખેડૂતો સાથે ખાસ સંવાદ કર્યો હતો અને જલનજીવન મિશન અંગે એમની સાથે રસપ્રદ ચર્ચા કરી હતી.

ઉત્સાહસાથે ગ્રામજનો ઉમટી પડયા હતા. જલ જીવન મિશનના લોન્ચીંગ સમયે ગ્રામસભા માટે વડાપ્રધાને ખાસ પીંપળી ગામ પર પસંદગી ઉતારી હતી.

આ કાર્યક્રમનું ગુજરાતની તમામ ગ્રામપંચાયતોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અંદાજે લગભગ 2500થી વધુ વસ્તી ધરાવતું આ ગામ એકદમ સ્વથ્ત બન્યું છે.

સરપંચ રમેશભાઇ પટેલ જણાવે છે કે, અમારા ગામમાં શૌચાલ્યની 100 ટકા વ્યવસ્થા છે. વાસ્મો યોજના દ્વારા પાઇપલાઇનથી પાણી મળતા ગામની જળ સમસ્યા દુર થઇ છે.

Read About Weather here

કચરો અને ગંદકી ન ફેલાય એ માટે સતત ધ્યાન રાખવામાં આવે છે. વડાપ્રધાને અમારા ગામની પસંગદી કરી તેનાથી અમે ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી છીએ. અમારા ગામમાં નલ સે જલ યોજના થકી તમામ કૌટુંબોને સમયસર બે ટાઇમ પાણી મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here