રાજકોટની આબરૂ લેતા ‘ખાડા પુરતી’ કોંગ્રેસ

રાજકોટની આબરૂ લેતા ‘ખાડા પુરતી’ કોંગ્રેસ
રાજકોટની આબરૂ લેતા ‘ખાડા પુરતી’ કોંગ્રેસ

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને ટીમે શહેરનાં ખાડા પુરવાનું બીડું ઝડપી નીંભર તંત્રને જગાડવાનો પ્રયાસ

રાજકોટ શહેરનાં રસ્તાની હાલત ગામડાનાં રસ્તાઓની પણ બદતર થઇ ગઈ છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કરવાની કામગીરી પોતે ચાલુ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા રોડ-રસ્તાનાંખાડાઓ રેતી-કપચીથી પૂરવાનો પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ આજથી શરૂ કરાયો છે. કોંગ્રેસનાં આ નવતર કાર્યક્રમને નગરજનોમાંથી બહોળો આવકાર મળી રહ્યો છે.

સાથે સાથે મ્યુ.તંત્રની બેદરકારી સામે રોષની લાગણી પણ જોવા મળી હતી.રાજકોટ મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરી સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂરો અભિયાન દ્વારા આજથી કેનાલ રોડ પર પડેલા ખાડાઓમાં રેતી અને કપચી નાખીને ખાડા પુરવામાં આવ્યા હતા.

પૂર્વ મેયર અને રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખ અશોકભાઈ ડાંગર અને નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરને સલાહ આપતા જાણવું હતું કે, ખાલી વાતો નહીં. વાસ્તવિકતાની દ્રષ્ટિએ વોર્ડમાં જઈ રોડ પરના ખાડા-ખબડાની તપાસ કરો અને જે કોન્ટ્રાકટરોએ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કર્યો છે

અને જે અધિકારીઓ તેમાં ભાગીદાર છે. તેમની સામે તાત્કાલિક અસરથી એક્શન લેવાય તેવી માંગણી કરી હતી.

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ સારો થયો છે. જેથી શહેરની પીવાના પાણીની સમસ્યા 24 કલાકમાં હલ થઇ ગઈ છે. પણ વરસાદનાં કારણે શહેરનાં મોટા ભાગના રસ્તાઓ ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળો ઉપર થયેલી સ્પષ્ટ થાય છે.

ફક્ત એક જ વરસાદમાં ખાડા પડી ગયા છે. આ રોડ રીપેરિંગ-મરામત કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નિવડેલી છે. જેથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂરો અભિયાનમાં કાર્યકરો સથે મળી પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા કેનાલ રોડ પરના ખાડાઓમાં રેતી-કપચી નાખીને ખાડા બુરવાનો પ્રારંભ કર્યો

તો.અશોકભાઈ ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદ થયાના 14 દિવસ થયા અને આ ખાડાઓ ત્યારથી પડ્યા છે. છતાં મ્યુ.તંત્રનાં પેટનું પાણી હલતું નથી. જેથી કોંગ્રેસ પક્ષ આ ખાડા પુરવા ઝુંબેશ કરી છે.

રાજકોટનાં મુખ્ય રસ્તાઓ સોરઠીયાવાડી રોડ, 80 ફૂટ રોડ, માલવિયા ચોક, સંતકબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, પેડક રોડ, ભાવનગર રોડ સહિત બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડાનાં રસ્તાઓ પણ સારા હોય છે.

ખરાબ રસ્તાનાં કારણે લોકો સ્લીપ થાય છે. ફેકચર થઇ જાય છે. તેમજ કમર અને મણકાનાં દુ:ખાવા થઇ જાય છે.શહેર કોંગ્રેસનાં આગેવાનો કાર્યક્રરો સાથે મળીને શહેરનાં મુખ્ય માર્ગ કેનાલ રોડ પરના ખાડામાં રેતી અને કપચી નાખીને પૂર્વમાં આવ્યા હતા.

Read About Weather here

જેથી ઘોર નિંદ્રામાં સુતેલું રાજકોટ મ્યુ.તંત્ર જાગે. એવી આશા સેવાઈ રહી છે.ખાડા પૂરો અભિયાનમાં શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર સાથે બીજલભાઈ ચાવડીયા, કેયુરભાઈ મસરાણી, જગદીશભાઈ સાગઠીયા,પાંચાભાઈ વજકાણી, ગોકળભાઈ ડાભી, નારણભાઈ હિરપરા, રવિભાઈ ડાંગર અને હર્ષ પટેલ સહિતનાં કાર્યકરો જોડાયા હતા.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here