રાજકોટ મહાનગરપાલિકા તંત્ર ગેરકાયદે બાંધકામ રોકવામાં વામણું

રાજકોટ મહાનગરપાલિકા તંત્ર ગેરકાયદે બાંધકામ રોકવામાં વામણું
રાજકોટ મહાનગરપાલિકા તંત્ર ગેરકાયદે બાંધકામ રોકવામાં વામણું

વો ભૂલી દાસતાં ફિર યાદ આ ગઈ….
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર જગદીશન અને પૂર્વ કલેકટર રાજીવ ટકરૂએ ગેરકાયદે બાંધકામોની વાટ લગાવી દીધી હતી: જગદીશનની લોકચાહનાં એવી હતી કે રાજકોટમાં બંધ સહિત આંદોલનો થયા હતા

શહેરનાં જીવરાજ પાર્ક પાસે બ્લોસમ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધકામ દરમિયાન બે શ્રમિકોનાં મોતથી અનેક સવાલો ઉભા થયા છે. ગેરકાયદે બાંધકામો સામે મનપા તંત્ર ઉણું ઉતરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં જરૂર જણાય ત્યાં નોટીશ આપવાની ઔપચારિકતા નિભાવવા આવે આપે છે અને એ રીતે મનપાનાં શઠ નોકરશાહો પોતાની નોકરીની સલામત કરી લે છે. જો મનપા તંત્ર વધુ સતર્ક રહ્યું હોત તો બે માનવ જીંદગી બચાવી શકાય હોત. એવો આક્રોશ સ્થાનિકોમાં વ્યક્ત થઇ રહ્યો છે.

રાજકોટ નાનામવા રોડ પર જીવરાજ પાર્ક નજીકની અંબિકા ટાઉનશીપની અંદર આવેલા બ્લોસમ એપાર્ટમેન્ટમાં ગઈકાલે ગેરકાયદે બાંધકામ વખતે છત તૂટી જતા બે શ્રમિકો દટાઈ ગયા હતા અને તેના મોત થયા હતા.

જે સબબ સોસાયટીનાં પ્રમુખ હરેશ મનસુખ કાલરીયા, કોન્ટ્રાકટર પ્રિયાંક નીતિન પાંચાણી અને દિપ સંજય જાવીયા સામે આઈ.પી.સી કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધાયો છે.

રાજકોટ શહેરમાં એક સમયે મ્યુનિસિપલ કમિશનર તરીકે જગદીશન બિરાજતા હતા. તેમની સાથે જિલ્લા કલેકટર પદે રાજીવ ટકરૂ હતા. આ બંને નખશીખ પ્રામાણિક અને હિંમતવાન અધિકારીઓને નગરજનો આજે પણ યાદ કરી રહ્યા છે.

જગદીશનને રાજકોટ શહેરને 30 વર્ષ પહેલા ડીઝાઇન કર્યું હતું. રોડ-રસ્તાને પહોળા કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી. જે-તે વખતે તેમની આ ઝુંબેશે ચર્ચા જગાવી હતી અને લોકોમાં ભારે આવકાર મળ્યો હતો.

જગદીશને દબાણ બાબતે કોઈ ચમરબંધીને છોડ્યા ન હોતા. કોઈપણ રાજકીય ભલામણોને પણ તેઓ અવગણતા હતા. મ્યુ.કમિશનર જગદીશનની સાથે જિલ્લા કલેકટર રાજીવ ટકરૂ હતા. આ બંને ઝાંબાજ સનદી અધિકારીની જોડીએ ભૂમાફિયા અને રાજકીય આગેવાનોની ઉંઘ હરામ કરી દીધી હતી.

આઝાદી બાદ દેશના ઈતિહાસમાં આટલી બધી લોકચાહના મેળવનાર કદાચ જગદીશન પ્રથમ આઈ.એ.એસ હતા. તેઓની રાજકીય દબાણનાં કારણે ટ્રાન્સફર થતા રાજકોટ શહેર ભારે અશાંત બન્યું હતું

અને તોફાનોને અંકુશમાં લેવા પોલીસને મેદાનમાં ઉતારવી પડી હતી. હાલમાં આવા સનિષ્ઠ અધિકારીઓને કમી મહેસુસ થાય છે. એક વખત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એમ.પી નાં મુખ્યમંત્રી ખરું કહ્યું હતું કે બ્યુરોક્રેટ અમારા પગના ચપલ ઉપાડે છે.

તેઓનું આ કથન ઘણે અંશે માટીપગા અધિકારીઓને લાગુ પદે છે અન ખરું લાગે છે. હાલમાં ચાપલુસી અને કહ્યાગરા અધિકારીઓની બોલબાલા છે.

Read About Weather here

રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા અને ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરે તેવા સનદી અધિકારીને જનતા શોધી રહી છે. વર્તમાન ખોખલું તંત્ર આ અપેક્ષા પૂરી કરી શકશે કે કેમ એવો પ્રશ્ર્ન અત્રે ચર્ચાઈ રહ્યો છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here