અખિલ ભારતીય અખાડા પરિષદનાં મહંતનું શંકાસ્પદ મોત

અખિલ ભારતીય અખાડા પરિષદનાં મહંતનું શંકાસ્પદ મોત
અખિલ ભારતીય અખાડા પરિષદનાં મહંતનું શંકાસ્પદ મોત

હત્યા કે આત્મહત્યા? પ્રયાગરાજ દોડી જતા યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી: શંકાનાં ઘેરમાં આવેલ શિષ્ય કહે છે, બાપુએ સુસાઇડ નોટ લખી હતી: મહંત નરેન્દ્ર ગીરીનાં મોતથી શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી
હરિદ્વારથી શિષ્યની ધરપકડ

અખિલ ભારતીય અખાડા પરિષદનાં પ્રમુખ અને પ્રયાગરાજની ઐતિહાસિક શ્રીમઠ વાઘંબરી ગાદીનાં વડા મહંત નરેન્દ્ર ગીરી એમના મઠનાં ખંડમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સાધુ સંતોનાં વર્તુળોમાં ચર્ચા અને ચકચાર પ્રસરી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

એમનો મૃતદેહ સિલીંગ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે રૂમમાંથી સુસાઇડ નોટ મળી આવ્યાનો દાવો કર્યો હતો. પણ મહંતનાં અનુવ્યાયીઓને મહંતની હત્યા થયાની શંકા છે. ઘટનાને પગલે યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ દોડી ગયા છે.

મહંત નરેન્દ્રગીરીના રહસ્યમય મૃત્યુને પગલે આજે સવારે મુખ્યમંત્રી આદિત્યનાથ પ્રયાગરાજ વાઘમ્બરી મઠ પહોંચી ગયા હતા. મહંતની આત્મહત્યા બદલ એમના મુખ્ય શીષ્ય આનંદગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે.

કુલ ત્રણ શીષ્ય સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જરૂર પડશે તો યુપી સરકાર સીબીઆઇની તપાસ કરાવશે. મુખ્યમંત્રીએ મઠ પહોંચીને મહંતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. મહંતના નશવર દેહને જાહેર દર્શન માટે રાખવામાં આવશે.

પોલીસે જણાવ્યા મુજબ સુસાઇડ નોટમાં મહંતે આપઘાત કરવાના કારણમાં એમના મુખ્ય શિષ્ય આનંદ ગીરીનો માનસિક ત્રાસ હોવાનું કારણ દર્શાવ્યું છે. પોલીસે ઘટનાની વધુ ઊંડી તપાસ શરૂ કરી છે.

મુખ્યમંત્રીએ વિગતવાર અહેવાલ મોકલવા ઉચ્ચ અધિકારીઓને આદેશ અપાયો છે. મુખ્યમંત્રીએ મહંતનાં આપઘાતથી ઘેર શોકની લાગણી વ્યક્ત કરી હતી.

લખનૌનાં એડીશનલ ડી.જી. પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે, મહંતનાં રૂમમાંથી સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. મહંતે એમના શિષ્ય આનંદ ગીરીને દોષિત ઠરાવ્યો હોવાથી પોલીસે આનંદ ગીરીનાં સગડ દબાવ્યા છે.

એ હરિદ્વારમાં છુપાયો હોવાની બાતમી મળતા તેની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ મોકલવામાં આવી છે.

67 વર્ષનાં મહંતનો મૃતદેહ છત સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. એમના અનુવ્યાયીઓ દરવાજો તોડીને અંદર ગયા હતા અને મૃતદેહ નીચે ઉતાર્યો હતો. છેલ્લે જાણવા મળ્યા મુજબ આનંદ ગીરી ઝડપાઈ ગયો છે.

તેણે દાવો કર્યો છે કે આ એક મોટું કાવતરું છે જેની ઉંડી તપાસ થવી જોઈએ. કહેવાય છે કે મૃતક મહંતને આનંદ ગીરી સાથે મિલકત બાબતે કોઈ ઝઘડો ચાલી રહ્યો હતો.

એક વીલ પણ બનાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે. આનંદ ગીરી પણ તેમણે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ મુક્યો હતો.

Read About Weather here

બીજી તરફ શિષ્ય આનંદ ગીરીએ એવી શંકા દર્શાવી છે કે એમના મહંતની હત્યા થઇ છે એટલે પોલીસએ રીતે તપાસ કરવી જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here