યુ.પી. સહિત 5 રાજ્યોમાં રહસ્યમય તાવનો હાહાકાર: 100 મોત

યુ.પી. સહિત 5 રાજ્યોમાં રહસ્યમય તાવનો હાહાકાર: 100 મોત
યુ.પી. સહિત 5 રાજ્યોમાં રહસ્યમય તાવનો હાહાકાર: 100 મોત

મધ્યપ્રદેશ, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સૌથી વધુ અસર: યુ.પી. નાં ફૈઝાબાદ જિલ્લામાં સર્જાતા કંપારીનાં દ્રશ્યો: પાંચ દિવસમાં 1200 થી વધુ બાળકોને તાવ અને શ્ર્વાસની તકલીફ

ઉતરપ્રદેશ સહિત દેશના ઉતર અને પૂર્વનાં પાંચ રાજ્યોમાં રહસ્યમય તાવને પગલે બાળકોનાં મૃત્યુ થઇ રહ્યા હોવાની ઘટનાઓથી અરેરાટી પ્રસરી ગઈ છે. ગયા મહીને આ રાજ્યોમાં ભેદી તાવમાં સંપળાયેલી 100 વ્યક્તિઓનાં મોત થયા છે

Visit Saurashtra Kranti Homepage here

જેમાં મોટા ભાગના બાળકો હોવાનું જાણ થયું છે. યુ.પી. નાં ફૈઝાબાદ જિલ્લામાં સૌથી વધુ ઘાતક અસર જોવા મળી છે. સેંકડો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમને આ ભેદી તાવને કારણે શ્ર્વાસમાં તકલીફ જેવી બિમારી જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશ, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોમાં રહસ્યમય તાવના રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ર્ચિમ બંગાળમાં તો પાંચ દિવસમાં 1200 બાળકોને દવાખાને ખસેડવા પડ્યા છે.

ફૈઝાબાદમાં ડેન્ગ્યુથી 50 બાળકો સહિત 61 લોકોના મૃત્યુ થયાનું અધિક આરોગ્ય નિયામક એ.કે.સીંઘએ જણાવ્યું હતું. મથુરામાં 11 નાં મોત થયા છે. જેમાંથી 7 બાળકો છે.

ફિરોઝાબાદની મેડીકલ કોલેજનાં વડા ડો.સંગીતા અનેજાએ જણાવ્યું હતું કે, ભેદી તાવથી બીમાર 490 બાળકોને કોલેજમાં સારવાર અપાઈ રહી છે. આ બિમારી ડેન્ગ્યુ છે પરંતુ રહસ્યમય તાવથી મોટાપાયે જાનહાની થઇ હોવાથી પાંચેય રાજ્યોમાં આરોગ્ય તંત્ર ચિંતામાં ગરકાવ થઇ ગયું છે.

મધ્યપ્રદેશમાં 1 મહિનામાં 3 હજાર કેસ નોંધાયા છે. ડેન્ગ્યુનાં નવા સંસ્કરણથી વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાંતો પણ ચિંતાતુર બનીને સંશોધન કરી રહ્યા છે. સેંકડો સેમ્પલનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

Read About Weather here

બિહારમાં પટણાની હોસ્પિટલમાં 14 બાળકોનાં મૃત્યુ થયાનું નોંધાયું છે. હરિયાણામાં 7 નાં મૃત્યુ થયાનું નોંધાયું છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાકીદનાં પગલા લેવા આદેશ આપ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here