વજુભાઇએ પુછયું: હવે કઇ નવી જવાબદારી આપી?

વજુભાઇએ પુછયું: હવે કઇ નવી જવાબદારી આપી?
વજુભાઇએ પુછયું: હવે કઇ નવી જવાબદારી આપી?

રૂપાણીનો જવાબ: આપે કે ન આપે, કામ કરતો રહીશ
મોટા હોદ્ાઓની જવાબદારીમાંથી પરવારી ગયેલા બે નેતાઓની સુચક મુલાકાત
રાજકોટમાં ભાજપનાં વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સઘન ચર્ચા-વિચારણા

રાજકોટમાં જેમનું વતન છે એવા ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ પક્ષે આપેલી અલગ-અલગ મોટી જવાબદારીના ભાર અને વજનથી મુકત થઇ ગયા છે. હળવાસ, નીરાત અનુભવી રહેલા આ બન્ને નેતાઓને ફુરસદ મળતા એકમેકને મળીને જૂની યાદો તાજી કરી હતી અને એક બિજાના ખબર અંતર પુછયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એક સમયે ગુજરાતમાં નાણામંત્રી સહિતના હોદ્ાઓ પર અને દેશી શૈલીમાં રસપ્રદ રમુજી ભાષણ કરવા માટે વિખ્યાત પૂર્વ ગર્વનર વજૂભાઇ વાળાને મળવા માટે આજે એમના નિવાસ સ્થાને રાજકોટના બિજા વતની અને અગ્રણી નેતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા હતા.

માંડ માંડ નવરાસની પળો મળી હોવાથી બન્ને નેતાઓએ મુલાકાત કરી હતી અને લાંબો સમય સુધી ગોષ્ઠી કરી હતી.

રાજકીય વર્તુળો તથા મીડિયામાં ખુબ જ રસપ્રદ ચર્ચાનો વિષય બનેલી આ મુલાકાત દરમ્યાન વિજય રૂપાણીએ વયસ્ક અને દિગ્ગજ ભાજપી નેતા વજુભાઇ વાળાની તબીયત પુછી હતી અને લાંબી રાજકીય સફરમાં બાકી રહી ગયેલી જૂની યાદોને તાજી કરી હતી.

આ પ્રસંગે વજુભાઇ વાળાએ એવું પુછયું હતું કે, હવે કઇ નવી જવાબદારી આપવામાં આવી છે? આ સવાલનો ખુબ જ સુચક જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મને જવાબદારી આપે તો ભલે અને જવાબદારી ન આપે તો ય ભલે હું પક્ષનું કામ કરતો રહીશ.

ભાજપનાં બન્ને આગેવાનોએ લાંબો સમય સુધી ચર્ચા વિચારણા કરી હતી. એમની વચ્ચેની વાતચીતમાં કયાં વિષય પર શું ચર્ચાયુ તેની પુરી વિગતો જાહેર થઇ નથી. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને ખુબ મહત્વ આપવામાં આવી રહયું છે.

આગામી દિવસોમાં આ મુલાકાત પાછળનો હેતુ સ્પષ્ટ થઇ જશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહયું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વજૂભાઇ વાળાને કર્ણાટકના ગર્વનર પદેથી નિવૃત થયાને લાંબો સમય થઇ ગયો છે.

પરંતુવિજય રૂપાણી ગઇકાલે શપથ વિધિ સમારંભમાં હાજરી આપ્યા બાદ વતન રાજકોટ એમના નિવાસ સ્થાને પરત ફર્યા છે. એક સમયે જયાં નેતાઓ અને કાર્યકરોની સવારથી સાંજ સુધી કતાર લાગતી હતી એ નિવાસ સ્થાન પાસે આજે સુન્કાર છવાયેલો છે.

લોકો આ જોઇને કહી રહયા છે કે, સમય સમયની વાત છે. ઉગતા સુરજને પુજવા માટે બધા દોડી જતા હોય છે અને સુર્યનો અસ્થાચળ થાય એટલે પરછાયો પણ જાત પાસેથી અલોપ થઇ જતો હોય છે.હવે જોવાનું એ રહે છે

કે, આ બે વરિષ્ઠ નેતાઓને ભવિષ્યમાં ભાજપ તરફથી કોઇ નવી જવાબદારી સોંપાય છે કે કેમ? કેમ કે બન્ને નેતાઓને હવે વહીવટનો પણ બહોળો અનુભવ છે, સંગઠનનો પણ અનુભવ ધરાવે છે.

Read About Weather here

એટલે એમના અનુભવનો નજીકના ભવિષ્યમાં લાભ લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રસપ્રદ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here