આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. રાજ્યમાં કોરોનાકાળમાં પણ ક્રાઈમમાં 62%નો વધારો, દરરોજ 3 મર્ડર, એક થી વધારે દુષ્કર્મ

   2020માં દેશમાં દરરોજ સરેરાશ 80 હત્યા, 77 દુષ્કર્મ, સૌથી વધુ મર્ડર યુપીમાં. હિટ એન્ડ રનના 1022 કેસમાં 1104ના મોત, 1222 વ્યક્તિના અપહરણ થયા. આઈપીસીમાં 97% ચાર્જશીટ રેટ સાથે ગુજરાત ચાર્જશીટમાં દેશમાં પહેલા ક્રમે

2. બે વર્ષમાં વાહનવેરાના રૂ.29 કરોડ વસૂલી સારા રોડ ન આપ્યા : ખાડા બૂરવા 1.25 કરોડ ખર્ચાશે

  વરસાદમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં માર્ગોના પોપડાં ઉખડ્યા, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં હાલાકી. નવા વાહનની ખરીદી કરીને મનપાને ટેક્સ ચૂકવતા વાહનચાલકોને મળે છે કમ્મરતોડ ઝટકા

Visit Saurashtra Kranti Homepage here

નબળા કામ થયા છતાં અધિકારીઓએ બિલ પાસ કર્યા હવે પ્રજાના પૈસા મરામતમાં ખર્ચાશે

3. ભારતમાં સિંગલ ડોઝ સ્પુતનિક લાઈટ વેક્સિનના બ્રિજિંગ ટ્રાયલ્સને મંજૂરી; ઓક્ટોબરમાં ઉપલબ્ધ થઈ શકે છે, 750 રુપિયા કીંમત રહેશે

   ડ્રગ્સ ક્ધટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમીટી (SEC)એ સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિન સ્પુતનિક લાઇટને ફેઝ-3 બ્રિજિંગ ટ્રાયલ્સને મંજૂરી આપી છે.

આ ટ્રાયલ્સ દોઢ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે, જેથી ઓક્ટોબરમાં સ્પુતનિક લાઇટ્સ લગાવવાની મંજૂરી આપે તેવી સંભાવના છે. શરૂઆતમાં વેક્સિન મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ થશે. તેની કિંમત રૂ.750 રહેશે.

4. ખાદ્યતેલોની આયાત ઓગસ્ટ માસમાં 22 ટકા ઘટી 10.16 લાખ ટન નોંધાઇ, કિંમતો ઘટી શકે

   ખાદ્યતેલોની ઉંચી કિંમતો તેમજ જૂન-જૂલાઇમાં જંગી આયાતની અસર. ખાદ્યતેલોની ઉંચી કિંમતોના કારણે માગમાં ઘટાડો થવાથી તેમજ જૂન-જૂલાઇ માસમાં આયાતમાં વૃદ્ધિ અને સ્ટોકની માત્રા વધુ હોવાના કારણે ઓગસ્ટ માસમાં દેશમાં ખાદ્યતેલોની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઓગસ્ટમાં ખાદ્યતેલોની આયાત 22 ટકા ઘટીને 1016370 ટન નોંધાઇ હોવાનું અહેવાલમાં દર્શાવાયું છે. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEA)એ જણાવ્યું હતું કે અખાદ્યતેલની આયાત પણ ઓગસ્ટમાં ઘટીને 37,440 ટન થઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં 62,052 ટન હતી.

5. ટ્રેડિંગના આગામી દિવસે જ ટ્રાન્સફર થશે શેર, માર્કેટમાં વોલેટિલિટી વધશે

   માર્કેટ રેગ્યુલેટર સેબી આગામી વર્ષ એક જાન્યુઆરીથી શેર્સના લે-વેચ સંબંધિત સેટલમેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા ટી+1 (ટ્રેડ અને આગામી દિવસ) લાગુ કરશે. હવે શેર માર્કેટમાં સોદા પૂર્ણ થવામાં ટ્રેડિંગ બાદ બે દિવસનો સમય લાગે છે.

6. એર ઈન્ડિયામાં સરકારી હિસ્સાના વેચાણ માટે ફાઈનલ બિડ આજે, તાતા ગ્રુપ અને સ્પાઈસજેટ બિડર્સ તરીકે સ્પર્ધામાં

   અગાઉ બિડર્સને આકર્ષવામાં નિષ્ફળતા મળતા આ વખતે એરલાઈનની 16 જેટલી મિલકતોની રિઝર્વ પ્રાઈઝમાં 10 ટકા ઘટાડો કરવામાં આવ્યો

7. વડોદરામાંથી પ્રથમ વખત કોઈ મહિલાનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા, મનિષા વકીલ દાવેદાર

    વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરાના ધારાસભ્ય પણ મંત્રી બનવા રેસમાં. જ્ઞાતિના ચોકઠા પ્રમાણે કેતન ઇનામદાર મંત્રી બનવામાં ફાવી જાય તેવું ગણિત

રાજ્યોના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી પર ભાર મૂકવામાં આવતાં સાત ટર્મના ધારાસભ્ય યોગેશ પટેલને અઢી વર્ષમાં જ મંત્રીપદ ગુમાવવું પડશે. વડોદરામાંથી પહેલી વખત મહિલા ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

8. આઝાદીના 75 વર્ષ પછી ખંબે ગામના રહેવાસીઓને રોજ પાણી મળતું થયું

   આટલા વર્ષ મહિનામાં બે વખત ફક્ત બે કલાક પાણી પુરવઠો થતો હતો. પાણી વિતરણ કંપનીએ 35 વર્ષ જૂની પાઇપલાઇનને બદલવા અને તમામ ગેરકાયદે પાણીના જોડાણો દૂર કરવા કોર્ટને જાણ કરી

Read About Weather here

9. સરકારની મંજૂરી વગર જ થઈ શકશે 100% વિદેશી રોકાણ, સિમ કાર્ડ લેવા માટે હવે નહિ ભરવું પડે KYC ફોર્મ

  કેબિનેટના નિર્ણયથી ઓટો સેક્ટરમાં 7.6 લાખ લોકોને નોકરીઓ મળવાનું અનુમાન. ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર કરવામાં આવ્યા છે

10. ઈન્દોરમાં ચાર રસ્તે રેડ લાઈટના સમયે યુવતીએ ડાન્સ કરી વીડિયો વાઈરલ કર્યો, MPના ગૃહમંત્રીએ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here