PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા યુવકનું હૃદય બેસી જતા મોત

PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા યુવકનું હૃદય બેસી જતા મોત
PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા યુવકનું હૃદય બેસી જતા મોત

PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે યુવક તૈયારી કરતો હતો

રાજકોટમાં આજે સવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત થયું છે.

PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ PSI બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું.

શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અને PSIની બનવાની તૈયારી કરતા ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેના 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા હતા. મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો.

Read About Weather here

આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કલ્પાંત ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here