મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર સોશિયલ મીડિયામાં ચમકારા

મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર સોશિયલ મીડિયામાં ચમકારા
મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર સોશિયલ મીડિયામાં ચમકારા

છેલ્લે સુધી નામ લીક ન થવા દીધું આવું ધ્યાન બિનસચિવાલય, તલાટી, કલાસ 1-2-3ની પરીક્ષામાં રખાયું હોત તો…?
રાજકોટ: ભાજપ કોર્પોરેટર દ્વારા વોટ્સએપમાં મુકેલ સ્ટેટસ
વિજયભાઇ જેવા કર્મયોગીને અચાનક હટાવીને બહુ ખોટું કર્યુ છે. આજે રાજકોટમાં આભ પણ ચૌધર આંસુએ રડી રહયું છે…
કોઈ ફોન સ્વીચ ઓફ ના રાખતા હાઈકમાન્ડનો કોઈપણને ફોન આવી શકે છે સી.એમ. માટે.
મુખ્યમંત્રી પાસે થી પણ રિજાઈન લઇ લેવામા આવે છે. તો આપણી તો કુચા જેવી નોકરીમા શું અભિમાન કરવું
પાચમ માંડી હશે છઠ નહીં થાય તે રાજકીય પક્ષે બતાવી દીધું
આજ રાતે કોઈ સુતા નહીં ગુજરાત રેઢું છે…

વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધા પછી નવા મુખ્યમંત્રી કોણ હશે? તે અંગે ગુજરાતમાં વરસાદી મહોલની ઠંડક વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ જામી હતી. જોકે આ ચર્ચાઓનો અંત આવ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રમાંથી નિરીક્ષકો તરીકે નિમણૂંક પામેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણી આપ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયામાં રમુઝ, આક્રોશ, લાગણી અને આક્ષેપો કર્યા હતા. લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ જેમ કે, વિજય રૂપાણીએ વાટેલા ભાંગરાઓકારણે વિજયભાઈની ઇમેજને તો અસર થઈ પણ સાથોસાથ બીજેપીને પણ ખૂબ તકલીફ પડી.

વિજયભાઈ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા પછી એવાં-એવાં મીમ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે. અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને સત્તાવાર રીતે ગુજરાતના મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે

પણ ભુપેન્દ્ર પટેલની સાદગીનો પરિચય જુઓ કે, તેઓ કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેતા પહેલા બોપલમાં વૃક્ષારોપણ કરવા ગયા હતા.

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાની સાથે જ સોશીયલ મિડીયામાં અનેક મેસેજ શરૂ થઇ ગયા હતા અને લોકોએ રમુજ ફેલાવી હતી. રાજીનામાં બાદ સોશીયલ મીડીયાએ ધુમ મચાવી હતી

કોઈ ફોન સ્વીચ ઓફ ના રાખતા હાઈકમાન્ડનો કોઈપણને ફોન આવી શકે છે. સી.એમ. માટે મુખ્યમંત્રી પાસે થી પણ રિજાઈન લઇ લેવામાં આવે છે. તો આપણી તો કુચા જેવી નોકરીમાં શું અભિમાન કરવું.પાંચમ માંડી હશે છઠ નહીં થાય તે રાજકીય પક્ષે બતાવી દીધું.

આજ રાતે કોઈ સુતા નહીં ગુજરાત રેઢું છે, છેલ્લે સુધી નામ લીક ન થવા દીધું આવું ધ્યાન બિનસચિવાલય, તલાટી, કલાસ 1-2-3ની પરીક્ષામાં રખાયુ હોત તો? આવી અનેક રમુજ ફેલાઇ હતી.

તો બીજી બાજુ રાજકોટ શહેર ભાજપમાં પણ મુખ્યમંત્રીના રાજીનામાં બાદ સન્નાટો છવાઇ ગયો હતો. શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહયો છે. એક ભાજપનાં કોર્પોરેટરે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં રાખ્યું હતું કે, વિજયભાઇ જેવા કર્મયોગીને અચાનક હટાવીને બહુ ખોટું કર્યુ છે.

આજે રાજકોટમાં આભ પણ ચૌધર આંસુએ રડી રહયું છે. ઉપરાંત રાજકોટ જીલ્લા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ટ્વીટ કરી કોમેન્ટ કરી હતી. આમ રૂપાણીના રાજીનામાં બાદ સોશીયલ મીડીયામાં ધુમ મચી જવા પામી હતી.

Read About Weather here

લોકો અલગ અલગ રીતે સોશીયલ મીડીયામાં પોતાની વાતો રજૂ કરી હતી.મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ લોકોએ પોતાની વાત રજૂ કરી તેમજ આક્ષેપ કરીને પ્રતિક્રિયા આપી હતી.(4.)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here