ઘાટલોડિયાની 3 સહિત અમદાવાદની 4 મહિલાનાં મોત

ઘાટલોડિયાની 3 સહિત અમદાવાદની 4 મહિલાનાં મોત
ઘાટલોડિયાની 3 સહિત અમદાવાદની 4 મહિલાનાં મોત

ધંધૂકા-બગોદરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ આવી રહેલી ઇકો કાર ઘૂસી
એક સપ્તાહ પહેલાં જ આ રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા

અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઇકો કાર પૂરઝડપે જતી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલી બે વ્યક્તિને 108ના સ્ટાફે મહામહેનતે બહાર કાઢી હતી. ઘટનાને પગલે ધંધૂકા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ધંધૂકા પોલીસે પરિવારને જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

એક સપ્તાહ પહેલાં જ ધંધૂકા-બગોદરા હાઈવે પર વહેલી સવારે 5.00 કલાકે સૌરાષ્ટ્ર તરફ 56 લોકોને ટૂરમાં લઈને જતી પ્રાઈવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી જતાં બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને ઇજા પહોંચી હતી,

જેમાં 3 બાળક સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ધંધૂકા અને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ ધંધૂકા પોલીસને અને 108 એમ્બ્યુલન્સને થતાં તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

ધંધૂકા, ફેદરા, ધોલેરા, બગોદરા, બરવાળા અને રાણપુરની મળી 6 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ધંધૂકા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

Read About Weather here

આ ઇજાગ્રસ્તોમાં 4 લોકોની ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.(9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here