અમદાવાદ, મુંબઇ બુલેટ ટ્રેનના કામમાં સર્જાતા વિધ્ન

બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી...!
બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી...!

જમીન સંપાદનને કારણે મહારાષ્ટ્ર પક્ષે ખોરંભે પડી યોજના: નિયત 2023ની ડેડ લાઇન સુધીમાં કામ પુરૂ થવું અશકય

રૂ.1 લાખ 10 હજાર કરોડના જંગી ખર્ચે શરૂ થયેલી મુંબઇથી અમદાવાદ સુધીની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન યોજના મહારાષ્ટ્રની કામગીરીને કારણે ખોરંભે પડી છે. પરીણામે 2023 સુધીની આખરી મુદ્ત મુજબ યોજના પરીપુર્ણ થવાની શકયતા દેખાતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરીમાં ધીમી ગતી અને અનેક અડચણોને કારણે આખો પ્રોજેકટ ખોરભે પડી ગયો છે.

જાણવા મળ્યા મુજબ ગુજરાત બાજુએ હાઇ સ્પીડ ટ્રેન કોરીડોરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પણ મહારાષ્ટ્રમાં કામ અટકી પડયું છે. મહારાષ્ટ્રમાં નેશનલ હાઇ સ્પીડ રેઇલ કોર્પોરેશન લીમેટેડ દ્વારા 30 ટકા જમીન સંપાદન કરાયું છે

એટલે યોજના પૂર્ણ કરવાની આખરી તારીખ લંબાવવી પડે તેવી શકયતા છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી ઝડપી બને એ માટે રેલવે રાજયમંત્રી રાઉ સાહેબ દાનવે રેલ કોર્પોરેશન, પશ્ર્ચિમ રેલવેનાં અધિકારીઓ તથા થાણે, પાલગર અને રાયગઢ જિલ્લાઓનાં કલેકટર સાથે ચર્ચા વિચારણા કરી રહયા છે.

બુધવારે આ અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજાઇ હતી અને બુલેટ ટ્રેન પ્રોજેકટ અંગે ચર્ચા થઇ હતી તેમ દાનવેએ જણાવ્યું હતું.

કુલ 500.17 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મહારાષ્ટ્રનો વિસ્તાર 155.76 કિલોમીટર છે જે ગુજરાતમાં ટ્રેન કોરીડોરની લંબાઇ 384.4 કિલોમીટર જેટલી છે. દાદરા અને નગર હવેલીમાં પણ ટ્રેનનું કોરીડોર 4.3 કિલોમીટર રહેશે.

આ બુલેટ ટ્રેન પ્રોજેકટ 1 લાખ 10 હજાર કરોડનો છે. જેમાંના 88 હજાર કરોડનું ફંડ જાપાન ઇન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી તરફથી મળી રહયું છે. અત્યારે આ પ્રોજેકટ માટેની 75 ટકા જમીન સં5ાદીત થઇ ચુકી છે.

જેમાંથી મહારાષ્ટ્રમાં 28 ટકા જમીન સંપાદન થયું છે. ગુજરાતમાં 97 ટકા જમીન સંપાદન થઇ ગયું છે.

ગુજરાતમાં ડબલ હાઇ સ્પીડ રેલવે લાઇનનો ટ્રેક વડોદરા અને સાબરમતી ડેપો વચ્ચે પાથરવા માટે ટેન્ડર બહાર પડી ગયા છે.

Read About Weather here

બાંધકામની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. જયારે બુલેટ ટ્રેન માટેના પાંચ રેલવે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here