રાજકોટમાં હસ્તકલા મેળાનો પ્રારંભ

રાજકોટમાં હસ્તકલા મેળાનો પ્રારંભ
રાજકોટમાં હસ્તકલા મેળાનો પ્રારંભ

ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ સહિતની અનેક ભાતીગળ વસ્તુઓનું વેચાણ થશે

ડો.વલ્લભ કથીરિયાના હસ્તે હસ્તકલા સેતુ પ્રદર્શનના સ્ટોલ ખુલ્લા મુકાયા


કમિશ્રનર, કુટીર અને ગ્રામદ્યોગ વિભાગ, ગાંધીનગર દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને મદદ મળી રહે તેવા હેતુથી ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને આવતીકાલ સુધી રાજકોટ સ્થિત નાના મવા સર્કલ કોર્નર, 150 ફુટ રીંગરોડ, ખાતે હસ્તકલા પ્રદર્શન-મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાના હસ્તે આ હસ્તકલા સેતુ પ્રદર્શનના સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના કુલ 13 જેટલા કારીગરો અને મહિલા ઉદ્યમીઓ દ્વારા ગૃહ સજાવટની વસ્તુઓ વેંચાણ માટે પ્રદર્શિત કરવામાં આવી છે.

આ પ્રદર્શન-મેળામાં ભાતીગળ હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ માટી તથા ગાયનાં છાણમાંથી બનાવવામાં આવેલ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ, તોરણ, સિંહાસન તથા ગૃહ સુશોભનની આધુનિક શૈલીની વસ્તુઓ જે માટીમાંથી તૈયાર કરવામાં આવેલ છે.

Read About Weather here

તેનું વેચાણ કરવામાં આવનાર છે. રાજકોટના સૌ હસ્તકલા પ્રેમીઓને ભાગ લેવા જિલ્લા હસ્તકલા સેતુ યોજનાના જિલ્લા અધિકારી ગિરીશ જોશીએ જણાવ્યુ હતું. હસ્તકલા સેતુ યોજના અંતર્ગત પ્રદર્શન સ્ટોલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.ડી.મોરી, ગીરીશભાઇ, ભરતભાઈ ભુવા, નેહાબેન અને હસ્તકલાના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here