આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. 2 વર્ષ પછી ગરબા રમી શકાશે પણ 400 લોકોની મર્યાદા સાથે; ગણેશજીની સ્થાપના, વિસર્જનમાં 15 લોકોની મર્યાદા નક્કી કરાઈ

  રાજ્ય સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોને શરતોને આધિન મંજૂરી આપી. ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય, માત્ર દર્શન કરી શકાશે

ગાયક વૃંદ, બેન્ડવાજા, ડીજેને જાહેર કાર્યક્રમોની મંજૂરી અપાઈ

2. 23% ગામોમાં વેક્સિનના પહેલા ડોઝનું 100% રસીકરણ પૂર્ણ; 52% સાથે ગીર સોમનાથ મોખરે, 3.86% સાથે ડાંગ પાછળ

   18 હજારમાંથી 4,187 ગામોએ ઉદાહરણ પૂરું પાડ્યું

Visit Saurashtra Kranti Homepage here

3. બોલિવૂડ એક્ટ્રેસ અલંકૃતા સહાયને ઘરના બાથરૂમમાં પૂરીને ચોરોએ 6.5 લાખની લૂંટ ચલાવી

  ચોરોએ અલંકૃતા પાસે અઝખ કાર્ડ લઈ લીધું હતું. અલંકૃતાના ભાડાના ઘરમાં ત્રણ બદમાશો માસ્ક પહેરીને ચાકૂ લઈને આવ્યા હતા.

4. ઇક્વિટી MFમાં ઓગસ્ટમાં રૂ. 8,666 કરોડનું રોકાણ

  ઇક્વિટી માર્કેટની અવિરત તેજી,ગઋઘતમાં મજબૂત પ્રવાહ, સ્થિર SIP. ઇક્વિટી માર્કેટની અવિરત તેજી ઉપરાંત નવી ફંડ ઓફર્સ (એનએફઓ) અને સ્થિર એસઆઈપી બુકના કારણે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓગસ્ટ માસમાં રૂ.8666 કરોડનું ચોખ્ખું રોકાણ આકર્ષાયું છે.

5. ભરતી પ્રક્રિયામાં 89%નો વધારો પ્રિ-કોવિડથી 24 ટકા વધુ નોકરીઓ

  દેશમાં કંપનીઓ દ્વારા કરવામાં આવતી ભરતી પ્રક્રિયા ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 89%નો વધારો થયો છે. જે પ્રિ કોવિડના સ્તર ઓગસ્ટ,2019 કરતાં 24% વધારે છે. આ માહિતી નોકરી.કોમના નોકરી જોબસ્પિક ઈન્ડેક્સમાં જારી કરવામાં આવી છે. ઓગસ્ટમાં જોબ્સસ્પિક ઇન્ડેક્સ 2673 નોંધવામાં આવ્યો હતો.

6. પુત્ર કોરોના પોઝિટિવ હોવા છતાં નેગેટિવનો રિપોર્ટ મેળવી મહિલા લંડન જઈ રહી હતી, એરપોર્ટ પર જ રોકીને બન્નેને ક્વોરન્ટીન કરી દેવાયાં

   અમદાવાદ એરપોર્ટ પર હાઇડ્રામા: મ્યુનિ.ની ટીમે સતર્કતા દાખવી ફ્લાઇટના 180 પેસેન્જરને સંક્રમિત થતાં બચાવ્યા

7. અખબારમાં પોતાના શહેરની ગંદકી વિશે વાંચ્યું તો વિદેશની જોબ છોડીને ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવા લાગ્યા, 122 લોકોને નોકરી આપી, ખુદ પણ લાખો કમાય છે

    પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડમાં વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યો હતો. સારી સેલેરી અને દરેક પ્રકારની સુવિધા હતી. કોઈ ચીજની મુશ્કેલી નહોતી. એક દિવસ અખબારમાં છપાયેલા સમાચાર પર મારી નજર પડી. જેમાં મારા હોમટાઉન આસામના તિનસુકિયા જિલ્લાને સૌથી ગંદુ શહેર ગણાવાયું હતું, સમાચાર વાંચ્યા પછી હું ખૂબ પરેશાન થયો.

હું વિચારવા લાગ્યો કે વિદેશમાં રહીને સ્વર્ગને સ્વર્ગ બનાવી રહ્યો છું પરંતુ પોતાના શહેર માટે કંઈ કરી શકતો નથી, ત્યારે મારા મિશનનો શો મતલબ, જ્યારે મારૂં પોતાનું શહેર જ ગંદુ હોય

8. એક સમયે હું વિરાટ કોહલીનાં પ્રેમમાં પાગલ હતી: એકટ્રેસ મૃણાલ ઠાકુર

   મૃણાલ ક્રિકેટ પર આધારીત ફિલ્મ નજર્સીથમાં શાહીદકપુર સામે ચમકી રહી છે.

9. આંખની કીકીની ખામીને કારણે 90% દ્રષ્ટિ ગુમાવનારી 6 વર્ષની બાળકીને ત્રણ મહિને આંખ ડોનેશનમાં મળી

  કોરોનાને કારણે શહેરમાં આંખના ડોનેશનમાં 65 ટકા ઘટાડો આવ્યો છે. હાલ 25 દર્દીઓ આંખ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી સિમિત પ્રેરિત નેત્રદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવ સક્ષમ સુરત, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રેડક્રોસ બ્લડ બેંક, કિરણ હોસ્પિટલ દ્વારા કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું હતું.

જેમાં ચાર ભાગમાં ટીમ બનાવી આ યાત્રા સમગ્ર ગુજરાતના 33 જિલ્લા અને 75 તાલુકામાં પ્રચાર પ્રસાર માટે પહોંચી હતી. જેના સમાપન સમારોહમાં આંખ મેળવનાર વ્યક્તિના પરિવાર દ્વારા આંખ ડોનેશન કરનાર વ્યક્તિના પરિવારનું સન્માન કરાયું હતું.

Read About Weather here

10. આવકવેરા રીટર્ન તા.30 સપ્ટેમ્બર બાદ ફાઈલ કરવા બદલની પેનલ્ટી ઘટાડાઈ

      કેન્દ્રીય નાણા મંત્રાલયે ચાલું વર્ષે આવકવેરા રીટર્ન ફાઈલ કરવા માટે ડેડલાઈન બાદ વિલંબમાં પેનલ્ટી 50% ઘટાડી છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે આઈટી રીટર્ન ફાઈલ કરવાની આખરી તા.30 સપ્ટેમ્બર 2021 નિશ્ચિત થઈ છે અને સામાન્ય રીતે જે આખર તારીખ હોય તે પછી રીટર્ન ફાઈલ કરવા બદલ રૂા.10000ની પેનલ્ટી લેવામાં આવે છે પણ સરકારે આ વર્ષ માટે પેનલ્ટીમાં 50% રાહત આપવા નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here