ગુજરાત પર ડેન્ગ્યુના ડંખનું અવિરત જોખમ, દેશના કુલ 3 રાજયો પર મહામારીનો ખતરો

ગુજરાત પર ડેન્ગ્યુના ડંખનું અવિરત જોખમ, દેશના કુલ 3 રાજયો પર મહામારીનો ખતરો
ગુજરાત પર ડેન્ગ્યુના ડંખનું અવિરત જોખમ, દેશના કુલ 3 રાજયો પર મહામારીનો ખતરો

છેલ્લા 6 વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા દેશ વ્યાપી વ્યાપક સર્વેક્ષણના તારણો: અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સર્જતા વસ્તી મુજબની ઘનતા સૌથી વધારે
મહાનગરનાં ગોતા વિસ્તારમાં સૌથી વધુ ખતરો, રૂમ દિઠ 1.75 મચ્છરની હાજરી: એજ પ્રકારે જોધપુર, થલતેજ, પાલડી, શાહપુર વિસ્તારમાં રૂમ દિઠ સવા થી દોઢ મચ્છરની હાજરી

ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના સંક્રમણનાં ફેલાવવાની દ્રષ્ટિએ દેશનાં ગુજરાત સહિતના ચાર રાજયો સૌથી વધુ ભય ગ્રસ્ત હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

છેક ગયા જાન્યુઆરી 2014થી ચાલી રહેલા ઉંડા, સઘન અને વ્યાપક સર્વેક્ષણમાં એવું જ ચોકાવનારૂ તારણ નિકળ્યું છે કે, ગુજરાત અને ઇશાન ભારતનાં ત્રણ રાજયો પર ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના સતત અને વારંવાર હુમલાનો સૌથી વધુ ભય રહે છે.

આ સમયગાળા દરમ્યાન દેશભરમાં નોંધાયેલા ડેન્ગ્યુનાં 2.11 લાખ કેસોનું ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ અને એફીડેમ્યોલોજી ઇન્ટી દ્વારા ખાસ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

દેશભરમાં જોવા મળતા અને નોંધાતા ડેન્ગ્યુ વાઇરસના ડેટાને જમા કરવામાં આવ્યો હતો અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.ગુજરાતમાં ડેન્ગ્યુ જેવી બિમારીના કેસોનાં અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ ક્રાઇઝીંગ ટેકનીકનો ઉપયોગ કર્યો હતો.

જેના થકી ડેન્ગ્યુ પીડિત સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનો ખાસ નકશો તૈયાર કરવામાં આવે છે. ગુજરાતનાં 85 ટકા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો નોંધાતા હોવાનું અભ્યાસ મારફત જાણવા મળ્યું હતું.

ઇશાન ભારતના અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણીપુર જેવા રાજયો ડેન્ગ્યુથી સતત ભયગ્રસ્ત જણાયા છે. વાઇરસ નિષ્ણાંતોએ સતત અભ્યાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે, દેશમાં આઠ જિલ્લા એવા જણાયા છે

જયાં ડેન્ગ્યુનો સતત ભય ઝળુંબતો રહે છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ડેન્ગ્યુ ભયગ્રસ્ત જણાયા છે. અન્ય રાજયોના ભયગ્રસ્ત જિલ્લાઓમાં મહારાષ્ટ્રમાં નાગપુર, રાજસ્થાનમાં ઝુનઝુનુ, કર્ણાટકમાં ગડગ

અને દક્ષિણ કન્નડ જિલ્લા તામીલનાડુમાં કાંચીપુરમ અને શિવગંગા જિલ્લા તથા કેરળનો એરનાકુલમ તથા પશ્ર્ચિમ બંગાળનો માલદા જિલ્લો અવિરત ડેન્ગ્યુ પીડિત જિલ્લામાં સમાવિશ થાય છે.

સર્વેક્ષણમાં દર્શાવ્યા મુજબ અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનીયા ફેલાવતા એડિસ ઇઝીપ્તી મચ્છરનું પ્રમાણ વસ્તીની દ્રષ્ટિએ ખુબ ઉંચુ ગણાયું છે. એકલા અમદાવાદ શહેરમાં વસ્તી દીઢ ગણતા 0.75 થી 1.75 મચ્છરો જેવી જોવા મળી છે.

સૌથી વધુ ગોતા વિસ્તારમાં રૂમ દિઢ આવા મચ્છરોની સંખ્યા 1.75 જોવા મળી છે. એ જ રીતે અમદાવાદના જોધપુર, થલતેજ અને પાલડીમાં રૂમ દીઠ સરેરાશ 1.25 મચ્છરોની સંખ્યા જોવા મળી છે.

જયારે મહાનગરના શાહપુર, શાહીબાગ, અને સાબરમતી વિસ્તારોમાં રૂમ દીઠ સરેરાશ 1.5 મચ્છરની હાજરી દેખાય છે.

Read About Weather here

એટલે રાજયના 85% વિસ્તારોમાં સરેરાશ 29 થી 54 કેસો ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના નોંધાતા રહે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here