આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. સુરતમાં વીજળીના કડાકાભડાકા સાથે બે કલાકમાં બે ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, વિઝિબિલિટી ડાઉન થઈ

  ભરબપોરે વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી. પાલનપુર ગામ વિસ્તાર અંદરની સોસાયટીઓમાં પાણી ભરાયા

2. સેલેબ્સ વિરુદ્ધ FIR: સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર સહિત 38 સેલેબ્સ વિરુદ્ધ દિલ્હીમાં કેસ, 2019ની રેપ પીડિતાની ઓળખ જાહેર કરી હતી

  2019માં હૈદરાબાદમાં થયેલો ગેંગરેપ ચર્ચામાં રહ્યો હતો. પીડિતાને ન્યાય અપાવવા માટે દેશના લાખો લોકોએ અવાજ ઉઠાવ્યો હતો, જેમાં સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિતના બિગ સ્ટાર્સ પણ સામેલ હતા. જોકે, આ તમામ સેલેબ્સે સો.મીડિયામાં રેપ પીડિતાની ઓળખ ઉજાગર કરી હતી અને હવે આ અંગે ફરિયાદ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

3. મારુતિએ વર્ષમાં ચોથી વાર ગાડીના ભાવ વધાર્યાં, હવે ખરીદવા પર ₹25 હજાર વધુ ચૂકવવા પડશે, કઈ ગાડીઓ કેટલી મોંઘી થઈ ચેક કરી લો

  ઓટો ઇન્ડસ્ટ્રીમાં વેચાણના આંકડા વધી રહ્યા છે તેની સાથે ગાડીઓના ભાવ પણ વધી રહ્યા છે. ઓટોમોબાઇલ કંપનીઓ સમયાંતરે તેમની પ્રોડક્ટ્સના ભાવ વધારી રહી છે. તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ તેની ગાડીઓની કિંમતમાં વધારો કરી દીધો છે અને નવાઈની વાત એ છે કે આ ભાવવધારો પહેલીવાર નહીં આ વર્ષમાં ચોથી વખત કરવામાં આવ્યો છે.

4. 13 સ્પોર્ટ્સ મોડ અને કેમેરા ક્ધટ્રોલ સપોર્ટ કરતી પનોઈઝફિટ કોરથ સ્માર્ટવોચ લોન્ચ થઈ, ઈન્ટ્રોડક્શન ઓફર હેઠળ ₹2999માં ખરીદી શકાશે

  વોચનાં ચારકોલ બ્લેક અને સિલ્વર ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં. એન્ડ્રોઈડ 7 અને શઘજ 9.0 સાથે તેની ઉપરનાં તમામ વર્ઝન પર વોચ સપોર્ટ કરે છે

5. ‘જિયોફોન નેક્સ્ટ’નાં લોન્ચિંગથી ‘જિયોફોન 2’નાં વેચાણ પર અસર થઈ શકે છે, આ ફીચર ફોનની કિંમત ₹2999

  ‘જિયોફોન 2’ની કિંમત 2999 રૂપિયા છે જ્યારે કંપની પજિયોફોન નેક્સ્ટથ 3500 રૂપિયામાં લોન્ચ કરી શકે છે. જિયોફોન નેક્સ્ટ ફોનનું ધૂમ વેચાણ થાય તે માટે કંપની તેનાં ફીચર ફોનની કિંમત ઘટાડી શકે છે

6. 11 સપ્ટેમ્બરના રોજ NEET PG એક્ઝામ યોજાશે, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો

NEET PG પરીક્ષાનું એડમિટ કાર્ડ 7 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર થઈ શકે છે. પરીક્ષાનું એડમિશન કાર્ડ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનની સત્તાવાર વેબસાઈટ nbe.edu પર જાહેર કરવામાં આવશે. એડમિટ કાર્ડ જાહેર થયા બાદ ઉમેદવારો તેને સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે. 11 સપ્ટેમ્બર 2021ના રોજ પરીક્ષા યોજાશે.

7. મચ્છરોનું ગળ્યું મોં કરાવી ઝીકા-ડેન્ગ્યુ જેવી બીમારી રોકી શકાશે, ગળ્યું ખાધા બાદ મચ્છરોમાં વાઇરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વધતી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

   સ્વિત્ઝર્લેન્ડની MRCયુનિવર્સિટી ઓફ ગ્લાસલો સેન્ટર ફોર વાઇરસ રિસર્ચના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. મચ્છરોને ગળ્યું ખવડાવ્યા બાદ તેમનામાં વાઈરસનું સંક્રમણ ફેલાતું ન હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

8. ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ ભારતીય એથ્લીટ્સની બ્રાન્ડ વેલ્યુ 10 ગણી વધી, ઘણા સ્ટાર ક્રિકેટર્સને પણ પાછળ છોડ્યા

  બાળપણમાં જંગલમાંથી લાકડા ઉપાડનાર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં 202 કિલો વજન ઉપાડ્યું હતું. તેણે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જીત બાદ એક ઇન્ટરવ્યુમાં મીરાબાઈએ કહ્યું હતું કે, ઘરે પરત ફર્યા બાદ તે પિઝા ખાવા માંગે છે.

Read About Weather here

9. સેન્સેકસ-નીફટી નવી ઉંચાઈ બનાવીને પાછા પડયા: શેરબજાર રેડઝોનમાં

    સેન્સેકસમાં 15553 તથા નીફટીમાં 17436 ની નવી ટોચ

10. એકટ્રેસ સાયરાબાનુની તબિયત સુધરી: હોસ્પિટલમાંથી રજા અપાઈ

      77 વર્ષીય સાયરાબાનુની તબીયત ખરાબ થવા પર 28મી ઓગષ્ટે હિન્દુજા હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફની સાથે સાથે હાઈ બ્લડ પ્રેસર અને હાઈ સુગરની સમસ્યા હતી. તેમની હાલતને જોઈને તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here