કોટડા સાંગાણી તાલુકા પંથકમાં 14 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારનાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ કોર્ટ

રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પંથકમાં રહેતી ભોગબનનાર સગીર બાળકી ગઈ તા. પ/પ/16 નાં રોજ બપોરે ડોઢેક વાગ્યે ઢોર રાખવાના વાડે ગયેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આ ગુન્હાનો આરોપી લક્ષ્મણ ઉર્ફે કપીલ કનાભાઈ ગમારા ત્યાં આવેલ અને વાડાની અંદર ભોગબનનાર બાળકીને વર્ષ છરી બતાવી પછાડી તેણી પર બળાત્કાર ગુજારેલ અને ત્યારબાદ ફરી વખત તા. 23/5/16 ના રોજ ભોગબનનાર બાળકીને છેડતી કરેલ.

ત્યારબાદ ભોગબનનાર બાળકીએ તેના પર અગાઉ થયેલ બળાત્કાર અંગેની વાત તેના માતાને કરેલ. જેથી ભોગબનનાર બાળકીના માતાએ લોધીકા તાલુકાની હદમાં બનતો હોય

ભોગબનનાર બાળકીના માતાએ લોધીકા પોલીસ સ્ટેશનમાં આરોપી લક્ષમણ ઉર્ફે કપીલ કનાભાઈ ગમારા સામે ફરીયાદ આપેલ અને પોલીસે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.

આરોપી સામે ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. આ કેસ પોકસો અદાલત ગોડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ

અને ત્યારબાદ સરકાર તરફે કુલ 14 સાહેદો તપાસવામાં આવેલ અને નામદાર પોકસો અદાલતે મુખ્યતવે ભોગબનનારની જુબાની તથા ડોકટરની જુબાની તેમજ તપાસ કરનાર પી.એસ.આઈ. એમ.એન.રાણા ની જુબાનીને પુરાવામાં ગાહય રાખી

અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયાની ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપી લક્ષમણ ઉર્ફે કપીલ કનાભાઈ ગમારાને કલમ-376 તથા પોકસો

એકટની કલમ 4 અને 6 મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ વી.કે.પાઠક સાહેબએ 10 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

Read About Weather here

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલા હતા.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here