રાજકોટ: ડુપ્લીકેટ માર્કશીટ કાંડના કિશોર તાહોમતદારનાં જામીન મંજુર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાજકોટ સેસન્સ કોર્ટનો ચુકાદો: આરોપી વિદ્યાર્થી અને ટીનેજર હોય વધુ કસ્ટોડીયનની જરૂરત નથી

ડુપ્લીકેટ માર્કશીટ તથા સર્ટીફીકેટોના આધારે કોલેજ અને માધ્યમિકમાં પ્રવેશ કરી ફોર્જરીનાં આરોપસર પકડાયેલા આરોપીઓનો જામીન પર છુંટકારો થયો છે.
રાજકોટ શહેર એસ.ઓ.જી દ્વારા ડુપ્લીકેટ માર્કશીટો સર્ટીફીકેટો ઉતરપ્રદેશમાંથી બનાવનાર, વેચનાર, મેળવનાર અને તેના આધારે આગળ તપાસ શરૂ કરી દેનાર સહિતના વિરૂધ્ધ થયેલી ફરિયાદના આધારે ધરપકડ થયેલા આરોપી પૈકી વાસુ પટોળીયાના રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન મંજુર થયા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

એસ.ઓ.જી એ ગત તા.17/5/21 નાં રોજ આ અંગે ગુન્હો દાખલ થયો હતો. પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે ભાવિક ખત્રી નામનો માણસ ઉતરપ્રદેશ યુનિવર્સીટી તથા મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીના ડુપ્લીકેટ માર્કશીટ બનાવી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઇ માર્કશીટ તથા સર્ટીફીકેટ આપી રહ્યા છે અને તેના આધારે સર્ટીફીકેટ મેળવનાર આગળ અભ્યાસ કરી રહેલ છે. તેથી મળેલ બાતમી અનુસંધાને તપાસ કરી ભાવિક ખત્રીની ધરપકડ તેની સાથે સંકળાયેલા આરોપીઓ રાયસીંગ, હરેકૃષ્ણ ચાવડા, દિલીપ રામાણી, પ્રિતેશ ભેસદડીયા, પ્રફુલ ચોવટીયા, સુરેશ વસોયા વિરૂધ્ધ રાજકોટ ડી.સી.પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી.

Read About Weather here

ઉપરોક્ત આરોપી પૈકી વસુ વિજય પટોળીયાએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત જમીન અરજીમાં રજૂઆત કરી હતી કે, આરોપી સામે ફોર્જરીનો આરોપ નથી. અરજદાર વિદ્યાર્થી છે. ટીનેજર છે. જેને હાર્ડકોર હિમીનસ સાથે રાખવાથી તેના કુમળા માનસ પર વિપરીત અસર થશે. સહિતનાં મુદ્દે દલીલ કરવામાં આવી હતી.
અરજદાર વાસુ પટોળીયા વતી રાજકોટના વકીલ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી સહિતની ટીમ રોકાયેલી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here