વીજચોરીના ચેકિંગમાં હોબાળો થતાં ગામનો વીજપુરવઠો કાપી દેવાયો

વીજચોરીના ચેકિંગમાં હોબાળો થતાં ગામનો વીજપુરવઠો કાપી દેવાયો
વીજચોરીના ચેકિંગમાં હોબાળો થતાં ગામનો વીજપુરવઠો કાપી દેવાયો

ગ્રામજનોએ હોબાળો મચાવી કામગીરી અટકાવી પી.જી.વી.સી.એલ દ્વારા પાંચ શખ્સો સામે ફરિયાદ

પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી હેઠળ બાવળી પેટા વિભાગીય કચેરીના નારીચાણા જયોતિગ્રામ લાઈનના વીજ લોસમાં વધારો થયેલ હોવાનું જણાતા. તારીખ 02.09.21 ના રોજ ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના તાબા હેઠળની વિજીલન્સની ટીમો દ્વારા નારીચાણા જયોતિગ્રામ લાઈન ઉપર વિજચેકિંગની કામગીરી વહેલી સવારે જસાપર ગામથી ચાલુ કરવામાં આવેલ હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જસાપર ગામે વિજ ચેકીંગની કાર્યવાહી પૂરી કરી વિજીલન્સની ટીમો ભેચડા ગામે પહોચી હતી. ભેચડા ગામે જયારે વિજ ચેકીંગની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પાંચ ઈસમોએ વીજ ચેકીંગ કાર્યવાહી ન કરવાનું જણાવતા અને ફરીથી અહી વીજ ચેકીંગ માટે ન આવવાનું જણાવતા મોડી રાત સુધી ભેચડા ગામનો વીજ પુરવઠો કાપી નાંખવામાં આવેલ હતો અને વિજીલન્સની ટીમો ને તેમની વિજચેકીંગ કાર્યવાહી કરતા અટકાવતા પાંચ ઈસમો તથા ટોળા વિરૂદ્ઘ ધારા ધોરણસર પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

Read About Weather here

આ બાબતે પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવેલ હતું કે, પીજી.વી.સી.એલ જેટકો કંપની પાસેથી પાવર ખરીદી વીજ ગ્રાહકોને પૂરો પાડે છે, અને તેમાં કેટલાક ઈસમો દ્વારા વીજ ચોરી કરવામાં આવે છે જેથી વીજ લાઈનના વિજલોસમાં વધારો થાય છે અને સારા ગ્રાહકો આ કારણે અસંતોષ અનુભવે છે તેમજ પી.જી.વી.સી.એલ કંપનીને ખૂબ જ નાણાકીય ખોટ ભોગવવી પડે છે. આવા વીજચોરો વિરૂદ્ઘ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here