રાજકોટમાં મનપાની શાળાઓમાં રોગચાળા રોકવા બિમાર બાળકોને ગઘ NO ENTRY

રાજકોટમાં મનપાની શાળાઓમાં રોગચાળા રોકવા બિમાર બાળકોને ગઘ NO ENTRY
રાજકોટમાં મનપાની શાળાઓમાં રોગચાળા રોકવા બિમાર બાળકોને ગઘ NO ENTRY

આજથી ધો.6 થી 8નાં વર્ગો શરૂ થયા, તાવ-ઉધરસ-શરદી વાળા બાળકોને પ્રવેશ ન અપાયો: કોરોનાની મહામારી ફેંલાય નહીં એ માટે મનપાની તમામ શાળાઓમાં સરકારી ગાઇડલાઇનનો અમલ: બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો આદેશ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ સાવઘ અને સતર્ક

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બાળકોના ભવિષ્યની સતત ચિંતા કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજયની સાથે સાથે આજે રાજકોટમાં મનપા સંચાલિત તમામ શાળાઓમાં ધો.6 થી 8 વર્ગોનો પુન: શુભારંભ કરવામાં આવ્યો છે. પરંતુ કોરોના સંક્રમણ કોઇ પણ હિસાબે ફેંલાય નહીં એ માટે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આવકાર દાયક અને ઉપયોગી એવો નિર્ણય લેવાયો છે કે, તાવ-ઉઘરસ અને શરદી સડેખમના લક્ષણો ધરાવતા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે. સાજા થઇ ગયા બાદ તેઓ ચોક્કસ શાળામાં આવી શકે છે.

Read National News : Click Here

શાળાઓમાં કોરોના સામેની તમામ પ્રકારની સાવચેતી લેવા તાકિદ કરવામાં આવી છે અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવ્યા છે. જેથી કરીને બાળકો ઓફલાઇન શિક્ષણ લેવાની સાથે સુરક્ષિત રહે અને કોઇપણ જાતની ચિંતા તથા ચેપના ડર વીના વંચિત થઇને અભ્યાસમાં મન પરવોળી શકે. આ રીતે આજથી મનપાની શાળાઓમાં કોરોના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે બાળકો માટે પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

બાળકોની સલામતી માટે શાસના અધિકારી, યુઆરસી, સીઆરસી અને આચાર્ય-શિક્ષકો દ્વારા નૈતિક પ્રયત્નો સાથે તમામ તૈયારીઓ કરવામાં અવાી છે અને વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની સુરક્ષા માટે અગાઉથી પગલા લેવામાં આવ્યા છે. રાજય સરકાર તરફથી મળેલી સુચના અનુસાર તારીખ 1 થી 15 સપ્ટેમ્બર સુધી ‘સ્વચ્છતા પખવાડા’ અંતર્ગત દરેક શાળાઓમાં સમિતિ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જરૂરીયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવશે. સમિતિના ચેરમેન અતુલ પંડિત તથા વાઇસ ચેરમેન સંગીતાબેન છાયાની યાદી જણાવે છે કે, શિક્ષણ સમિતિના દરેક સભ્યોને શાળાની ફાળવણી કરવામાં આવી છે.

Read About Weather here

સભ્યો જે તે શાળાઓનાં પ્રવાસમાં સતત સાથે રહેશે. શાળાઓના સંપર્કમાં રહીને તમામ બાળકોના સ્વાચ્છય માટે ખાસ કાળજી લેવા અને આરોગ્યની દ્રષ્ટિએ મોનીટરીંગ કરતા રહેવા તમામ સભ્યોને સુચનાઓ આપવામાં આવી છે. સમિતિની યાદી અનુસાર મનપાની શાળાના દરેક આચાર્ય અને શિક્ષકે વેક્સિન લઇ લેવાનું ફરજીયાત બનાવાયું છે. કોઇ આચાર્ય અને શિક્ષક વેક્સિન વગર નહીં હોય એવી સમિતિને પણ બાંહેધરી મળી છે. આવનારા દિવસોમાં વર્ગ ખંડોમાં બાળકોને કોઇ તકલીફ ન પડે અને સલામત રીતે સરળતાથી આધુનિક ઓફલાઇન શિક્ષણ પ્રાપ્ત કરતા રહે એ માટેનાં તમામ પ્રયાસો અને આયોજન કરવાનું સમિતિ ચાલુ રાખશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here