પહેલીવાર તાલીબાન સાથે સત્તાવાર સંવાદ કરતું ભારત

પહેલીવાર તાલીબાન સાથે સત્તાવાર સંવાદ કરતું ભારત
પહેલીવાર તાલીબાન સાથે સત્તાવાર સંવાદ કરતું ભારત

કતાર ખાતેના ભારતીય રાજદુત દોહામા તાલીબાન નેતાને મળ્યા: ભારતીયોની સલામત વાપસી અને લઘુમતીઓના રક્ષણ અંગેની ચર્ચા વિચારણા

તાલીબાન દળોએ અફઘાનિસ્તાન પર સંપુર્ણ કબજો કર્યા બાદ આજે પહેલી વખત ભારતે તાલીબાનોની નેતાગીરી સાથે સત્તાવાર રીતે વાટાધાટો શરૂ કરી હતી અને પહેલી વખત સત્તાવાર સંવાદ હાથ ધર્યો હતો. આરબ દેશ કતાર ખાતેના ભારતીય રાજદુત દિપક મીત્તલ તાલીબાની નેતા શેરમોહમ્મદ અબ્બાસ, સ્ટાનીક જઇને મળ્યા હતા. કતારની રાજધાની દોહા ખાતે તાલીબાનની રાજકીય પાંખની કચેરીમાં વાટાઘાટો થઇ હતી તેવું આજે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વિદેશ ખાતાની યાદી મુજબ ભારતીય રાજદૂતે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરીકો અને ખાસ કરીને લઘુમતી નાગરીકોની સલામત વાપસી અંગે તાલીબાની નેતા સાથે ચર્ચા વિચારણા કરી હતી. એટલુ જ નહીં અફઘાનિ ભૂમીનો કોઇ ભારત વિરોધી પ્રવૃતિઓ અથવા ત્રાસવાદી પ્રવૃતિઓ માટે ઉપયોગ નહીં થાય એ મુદ્ાની પણ ભારતીય રાજદૂતે ચર્ચા કરી હતી. તાલીબાનના પ્રવકતાએ ખાત્રી આપી હતી કે આ તમામ મુદ્ાઓની વિધેયક રીતે ચર્ચા વિચારણા કરી હલ કાઢવામાં આવશે. આ મુલાકાત પહેલા મીત્તલ અન્ય એક વગદાર અફઘાનિ નેતા અબદુલ્લાહ અબદુલ્લાહને પણ મળ્યા હતા અને ભારતની ચિંતા વ્યકત કરી હતી.

Read About Weather here

અફઘાનિસ્તાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચિંતીત છે તેમણે ભારતની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા વિદેશ ખાતાને સુચનાઓ આપી છે. ભારતીયોની સલામત વાપસીના કાર્યક્રમને પ્રાથમીકતા આપીને હાથમાં લેવામાં આવી રહયું છે. બેઠક બાદ તાલીબાની પ્રવકતાએ પણ સ્પષ્ટ કહયું હતું કે, આ ઉપખંડમાં ભારત મહત્વનું સ્થાન ધરાવે છે. ભારત સાથે અફઘાનોના પરંપરાગત સાંસ્કૃતિક, આર્થીક, રાજકીય અને વેપારી સંબંધો તાલીબાનો આગળ ધપાવવા માંગે છે. આ નિવેદન ખુબ જ મહત્વનું ગણવામાં આવી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here