ધારીમાં સી.આર. પાટીલનું બાઈક-કાર રેલી સાથે સ્વાગત, કોરોના ભુલાયો

ધારી બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહૃાાં છે. ત્યારે ભાજપે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. સી.આર. પાટીલ ધારી પહોંચે તે પહેલા ભાજપ દ્વારા કાર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીલ કારને બદલે બુલેટ પર બેસી સભાસ્થળે પહોંચ્યા હતા. અહીં સી.આર. પાટીલ સહિત ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

ધારી વિધાનસભા બેઠક કબ્જે કરવા માટે ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. ધારીમાં મન કી બાત કાર્યક્રમ થકી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોરોના મહામારી હોવા છતાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો હતો. આ સભામાં સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, પૂર્વ સંસદૃીય સચિવ હીરા સોલંકી, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.