આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- વિશ્વ સામે મોટું સંકટ, આગામી સપ્તાહે અફઘાનિસ્તાન અંગે મોટો નિર્ણય લેવાશે

અફઘાનિસ્તાનથી 18 હજાર અમેરિકી નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા. અફઘાન લીડરશિપે જલદીથી હથિયાર હેઠાં મૂક્યાં, અબજો ડોલરનો ખર્ચ કર્યો

શસ્ત્રોથી સજ્જ આટલું મોટું લશ્કર કેવી રીતે હાર માની લે એ વિચારવાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

2. તાલિબાન સામે જંગ થશે:પંજશીર ખીણમાં 30000 અફઘાન ભેગા થયા; કાબુલથી માત્ર 100 કિમી દૂર તાલિબાન વિરુદ્ધ મોરચાબંધી

કબીલાનું નેતૃત્વ પૂર્વ લશ્કરી અધિકારીના પુત્ર એવા 32 વર્ષીય અહમદ મસૂદ કરે છે, કિંગ્સ કોલેજ લંડનમાંથી ભણ્યા છે.

3. અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે 74 લાખ કરોડનો ખજાનો:ભરપૂર લિથિયમ હોવાનું અનુમાન, એનાથી ભારતનું ઇલેક્ટ્રિક વ્હીકલનું સપનું પૂરું થઈ શકે છે, સોના અને કોબાલ્ટનો પણ ભંડાર

4. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી, 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને લગાવી શકાશે

  આ વેક્સિન વિશ્વની પ્રથમ ઉગઅ આધારિત વેક્સિન છે. ભારતમાં અત્યાર સુધી 50થી વધારે કેન્દ્રો પર વેક્સિન માટે સૌથી મોટા ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે

આ વેક્સિનને મંજૂરી મળતા તે ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે.

5. આજનો સેન્સેક્સ 300 અંક ઘટ્યો, નિફ્ટી 16450 પર બંધ; ટાટા સ્ટીલ, SBI ના શેર ઘટ્યા

HUL, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બજાજ ફાઈનાન્સ, HDFC ના શેર વધ્યા

6. વેફર નહીં, ધીમું ઝેર: બાલાજી, સમ્રાટ, અંકલ ચિપ્સ સહિતની 8 બ્રાન્ડ્સની વેફરમાં મીઠાનું પ્રમાણ WHO ના સ્ટાન્ડર્ડ કરતાં વધુ, ઈઊછઈનું રિસર્ચ

   WHO ના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા (વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ

CERC એ દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કર્યું. રિપોર્ટમાં પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજિનલમાં સોડિયમ વધુ હોવાનું દર્શાવાયું છે, પરંતુ એનું પ્રમાણ લખેલું નથી.

7. વિઝા હોવા છતાં વિદેશ જવાનું બન્યું મુશ્કેલ, કોવિડ નિયંત્રણોથી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પરેશાન

  વિદેશના એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન ન થવુ જોઇએ- પેરેન્ટસ. કેટલાય વિદ્યાર્થીઓ વિદેશની યુનિ.માં ફી ભરી પણ ઘર બેઠા ઓનલાઇન ભણ્યા

8. દૂધનું દૂધ, પાણીનું પાણી:એક વર્ષમાં રાજકોટ ડેરીમાં ઘુસાડાયેલું 2.21 લાખ લિટર દૂધ ઢોળી દેવાયું, 997 સેમ્પલ ફેલ થતાં 151 મંડળીમાંથી દૂધ ખરીદવાનું બંધ કરી દેવાયું હતું

  સેમ્પલ લીધા બાદ ભેળસેળવાળું દૂધ હોવાની જાણ થતાં જ રાજકોટ ડેરીના સંચાલકો દૂધ ભરેલા ટેન્કરમાં કલર નાખી અને કેનમાં રહેલું દૂધ ઢોળી નાખી નિકાલ કરી નાખે છે. એક મહિનામાં ત્રણ વખત સેમ્પલ ફેલ થાય તો 21 દિવસ માટે મંડળી બંધ કરી દઇ પ્રતિ લિટર રૂપિયા 20ની પેનલ્ટી કરાય છે, છેલ્લા એક વર્ષમાં 45 લાખનો દંડ કરાયો.

9. ટેબલેટ નહીં અપાતા વિવાદ: પ્રોફેશનલ કોર્સના સ્ટુડન્ટ્સ બે વર્ષથી યુનિવર્સિટીના ધક્કા ખાય છે, ટેબલેટ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

  રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા છે. શિક્ષણ વિભાગ હસ્તકના કેસીજી (નોલેજ કોન્સેર્ટિયમ ઓફ ગુજરાત) તરફથી હજી સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા સ્વ-નિર્ભર ડિપ્લોમા કોલેજીસ એસોસિએશને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે સત્વરે ટેબલેટ નહીં અપાય તો ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

Read About Weather here

10. દક્ષિણ કોરિયા:સેક્ધડ હેન્ડ ફ્રિજની ખરીદી સાથે વ્યક્તિને 96 લાખની રોકડ મળી, ઉદારતા દર્શાવી તમામ પૈસા પોલીસને સોંપી દીધા

  દક્ષિણ કોરિયાના જેઉ આઈલેન્ડમાં રહેતા એક વ્યક્તિ સાથે આ ઘટના બની. તેણે ખરીદેલાં સેક્ધડ હેન્ડ ફ્રિજની નીચે 96 લાખની રોકડ પણ હતી

આટલા બધા પૈસા જોઈ મનમાં લાલચને સ્થાન ન આપી તેણે તમામ પૈસા પોલીસને આપી દીધા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here